ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના બિસ્માર માર્ગોથી ત્રસ્ત યુવાનનું અનોખું વિરોધ પ્રદર્શન

ભરૂચઃ શહેરના બિસ્માર માર્ગોથી ત્રસ્ત યુવાન દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો પોતાની કાર કલેકટર કચેરી બહાર ખાડા પાસે ઉભી રાખી દીધી હતી અને જ્યાં સુધી માર્ગનું સમારકામ ન થાય ત્યાં સુધી આગળ ન જવાની ચીમકી ઉચ્ચારી હતી. માર્ગોનું સમારકામ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રાખવાની ચીમકીના પગલે તાત્કાલીક ધોરણે માર્ગનું સમારકામ હાથ ધરાયું હતું.

ભરૂચના બિસ્માર માર્ગોથી ત્રસ્ત યુવાનનું અનોખું વિરોધ પ્રદર્શન

By

Published : Sep 1, 2019, 3:26 PM IST

ભરૂચમાં ચોમાસાની દસ્તક સાથે જ માર્ગોનું નિકંદન નીકળવાનું શરુ થઇ ગયું હતું, જેમાં જેમ ચોમાસું આગળ ધપતું ગયું તેમ તેમ માર્ગો પરના ખાડા પણ મોટા થતા ગયા અને વાહનો ચાલકોને બાનમાં લેતા ગયા હતાં. ચંદ્રની સપાટી જેવા માર્ગોથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે નિંદ્રાધીન તંત્રને જગાડવા ભરૂચના દિવ્યેશ ઘેટિયા નામના યુવાને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચના બિસ્માર માર્ગોથી ત્રસ્ત યુવાનનું અનોખું વિરોધ પ્રદર્શન

દિવ્યેશ ઘેટિયા સવારે તેની કાર પર રાષ્ટ્રધ્વજ લગાવી નીકળ્યો હતો અને કલેકટર કચેરી બહાર જ માર્ગ બિસ્માર જણાતા તેની કાર ત્યાં જ ઉભી કરી દીધી હતી. યુવાને માગ કરી હતી કે જ્યાં સુધી માર્ગનું સમારકામ ન થાય ત્યાં સુધી માર્ગ પર ખાડા પાસે જ ઉભા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું અને યુવાનને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે છતાં પણ તંત્રનાં પેટનું પાણી નથી હાલતું ત્યારે યુવાન દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનનાં કારણે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. નગર સેવા સદન દ્વારા તાત્કાલિક ધોરણે વિવિધ વિસ્તારોમાં માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- ભરૂચના બિસ્માર માર્ગોથી ત્રસ્ત યુવાનનું અનોખું વિરોધ પ્રદર્શન
- કલેકટર કચેરી બહાર ખાડા પાસે કાર ઉભી કરી દઈ વિરોધ નોધાવ્યો
- માર્ગોનું સમારકામ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રાખવાની ચીમકીના પગલે તાત્કાલીક ધોરણે માર્ગનું સમારકામ હાથ ધરાયું

ABOUT THE AUTHOR

...view details