કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન બિલના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જુમ્માની નમાઝ બાદ મસ્જીદ નજીક જ મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને બિલ પરત ખેંચવાની માગ સાથે વિશાળ માત્રામાં રેલી યોજી હતી.
ભરૂચમાં CAAના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ - ભરૂચ
ભરૂચ : કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન બિલના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજે વિશાળ રેલી યોજી હતી અને આ બિલનો સમગ્ર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારના નાગરિક સંસોધન બિલનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એતિહાસિક જુમ્મા મસ્જીદ ખાતે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ સમાજના આગેવાનો બેનરો સાથે નજીકમાં જ આવેલ બાગ પાસે એકઠા થયા હતા. જ્યાં આગેવાનોએ લોકોને સંબોધન કર્યુ હતું. આગેવાનોના આક્ષેપ અનુસાર કેન્દ્ર સરકારનું નાગરિકતા સંસોધન બીલ મુસ્લિમ સમાજ વિરોધી છે.
મુસ્લિમ સમાજના પ્રદર્શનના પગલે જુમ્મા મસ્જીદ નજીકનો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયો હતો. અમદાવાદમાં સર્જાયેલી ઘટના બાદ ભરૂચમાં ૩૦ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ 250 પોલીસકર્મીઓને પ્રોટેક્શન વાહન સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી અને બીલ પરત ખેંચવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.