ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના હાંસોટના આલીયાબેટ ખાતે દરિયામાં ન્હાવા ગયેલ ચાર યુવાનો પાણીમાં ડુબ્યા

રવિવારે ભરૂચના હાંસોટના આલિયાબેટ ખાતે દરિયામાં ન્હાવા પડેલા હાંસોટના મુસ્લિમ સમાજના 5 યુવાન પૈકી 4 યુવાન પાણીમાં ગરક થયા હતા, જેમાંથી 3 યુવાનના મૃતદેહ મળ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

ભરૂચના હાંસોટના આલીયાબેટ ખાતે દરિયામાં ન્હાવા ગયેલ ચાર યુવાનો પાણીમાં ડુબ્યા
ભરૂચના હાંસોટના આલીયાબેટ ખાતે દરિયામાં ન્હાવા ગયેલ ચાર યુવાનો પાણીમાં ડુબ્યા

By

Published : Jun 1, 2020, 6:24 PM IST

ભરૂચઃ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા યુવાનો જીશાન જાવીદ મલેક, સિહાબ સકીલ મલેક, મુસ્તુફા જાવીદ મલેક અને કાદીર કરમહુશેન શેખ રવિવારે આલિયાબેટ ખાતે દરિયામાં ન્હાવા પડ્યા હતા. જ્યાં નજીક નર્મદા નદીનો સંગમ સ્થાન હોવાથી પાણીનું જોર વધ્યું હતું. જેના પગલે 5 મિત્રો પૈકી ન્હાવા પડેલા મિત્રો દરિયાના પાણીમાં અચાનક ડૂબવા લાગ્યા હતા અને 4 યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે એક યુવાન બચી જતા તેને આ અંગે હાંસોટ ખાતે પરિજનોને જાણ કરતા તેઓએ વહીવટી તંત્રને જાણ કરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નાવડી અને સ્થાનિક ખલાસીઓ તેમજ વહીવટી તંત્રની મદદથી શોધખોળ આરંભી હતી.

ભરૂચના હાંસોટના આલીયાબેટ ખાતે દરિયામાં ન્હાવા ગયેલ ચાર યુવાનો પાણીમાં ડુબ્યા

જો કે રવિવારે ચાર પૈકી એકેય યુવાન ન મળતા સોમવારે સવારે પુનઃ શોધખોળ આરંભી હતી. દરમિયાન એક બાદ એક ૩ મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. ચાર મિત્રો પૈકી મુસ્તુફા જાવીદ હજુ લાપતા છે અને તંત્ર દ્વારા સાંજ સુધી તેની શોધખોળ ચાલી રહી હતી. યુવાનોના મોતના પગલે પંથકમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details