- ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ બાબાતે તંત્ર એક્શનમાં
- હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ નોંધવામાં આવી ફરીયાદ
- હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના કોઈ પગલા લેવામાં નહોતા આવ્યા
ભરૂચ: જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા આગની ઘટના સામે આવી હતી જેમા 16 દર્દીઓ સહિત 18 લોકોના મૃત્યું થયા હતા. આ સમગ્ર મામલે હવે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
18 લોકોના નિપજ્યા હતા મોત
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં તારીખ 1લીમેના રોજ રાત્ર દરમિયાન આઈ.સી.યુ.વિભાગમાં એકાએક આગ લાગી હતી જેના કારણે સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મૃત્યું થયા હતા. આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી, જોકે મામલામાં હવે હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.