- ડૉ.અસલમ જહાં સાથે હોમગાર્ડે કર્યું બ્લેકમેઇલિંગ
- ખોટા આક્ષેપ કરી રૂપિયા પડાવ્યાં
- ઘટનાનાCCTV ફૂટેજ પણ બહાર આવ્યાં
ભરુચઃ ભરૂચના વેજલપુરમાં નર્મદા રિવર વ્યુ બંગ્લોઝ ખાતે રહેતાં તબીબ મહંમદ અસલમ મહમદઅલી જહાં પાંચબત્તી ખાતેની નવદીપ શોપિંગ સેન્ટરમાં સિફા નર્સિંગ હોસ્પિટલ ધરાવે છે. જેમાં વહિદા વલવી નામની મહિલાને ટ્રેઇની નર્સ તરીકે નોકરીએ રાખી હતી. દરમિયાન વહિદાનો પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો અનિલ રતિલાલ પરમાર હોસ્પિટલમાં આવી પત્નીના વતી એડવાન્સમાં ઉછીના રુપિયા માગતો હોવા સાથે પગાર વધારો માગતો હતો. નર્સ કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન ન કરતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જો કે બાદમાં બાદમાં દંપતિએ માફી માગતાં તેને પરત કામે રાખી હતી.
હોમગાર્ડના કારસ્તાન