ભરૂચ: અંકલેશ્વરના અમરતપુરા ગામ (ankleshwar amratpura village)ની હદમાં નિર્માણ પામનારા હવાઈ મથક (airport in ankleshwar) ખાતે ટૂંક સમયમાં એરસ્ટ્રીપ (Ankleshwar Airport Airstrip) શરૂ થવાની છે, જેની કામગીરીનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. અમરતપુરા ગામની હદમાં નિર્માણ પામનારા હવાઈ મથક ખાતે પ્રથમ કાર્ગો સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવાની વિધાનસભાના ઉપ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ આશા વ્યક્ત કરી છે.
28 વર્ષ બાદ પુરું થશે સરકારે આપેલું વચન
અંકલેશ્વરઔધોગિક (ankleshwar industrial area) દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતિક્ષા બાદ એરસ્ટ્રીપની સુવિધા આગામી દિવસોમાં મળે તે માટેની ગતિવિધિ તેજ થઈ છે. ભરૂચજિલ્લામાં ઔદ્યોગિક એકમો (industrial units in ankleshwar)નું વિસ્તરણ સતત થઈ રહ્યું છે. નવા ઈન્વેસ્ટર્સ પણ દહેજ તરફ પોતાના નવા એકમો સ્થાપવા આવી રહ્યા છે. તો 1995થી અંકલેશ્વરના અમરતપુરા માંડવા પાસે એરસ્ટ્રીપ ઊભી કરવાનું રાજ્ય સરકારે આપેલું વચન 28 વર્ષ બાદ હવે પૂરું થાય તે માટે કામગીરી હાથ ધરાઈ રહી છે.
પ્રોજેક્ટની જાહેરાત બાદ ફક્ત ફેનસિંગ બનાવવામાં આવી હતી
વર્ષ 1993માં એરસ્ટ્રીપ પ્રોજેક્ટની જાહેરાત બાદ 84 હેક્ટર જમીન એરસ્ટ્રીપ માટે ફાળવાઇ હતી. જો કે ત્યારબાદ માત્ર ફેનસિંગ બનાવવા સિવાય કોઈ જ કામગીરી ન થતા 3 દાયકાથી આ યોજના કેમ ઘોંચમાં પડી છે તે અંગે માહિતી મેળવવા ગાંધીનગરથી વિધાનસભાની હિસાબી ટીમે (legislative accounting team gandhinagar) હાલમાં એરસ્ટ્રીપની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક પણ યોજી હતી.
એરસ્ટ્રીપ મળે તે દિશામાં તેજીથી કામગીરી હાથ ધરવામાં આવી
દુષ્યંત પટેલે એરસ્ટ્રીપની ડિઝાઇન અને નકશા દર્શાવી જણાવ્યું હતું કે, પ્રથમ કાર્ગો સેવા શરૂ થશે જે બાદ પેસેન્જર સેવા પણ કાર્યરત કરાશે. જમીન સંપાદન (land acquisition in ankleshwar) બાદ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી રહી હતી. જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ ભરૂચ જિલ્લાને એરસ્ટ્રીપ (airstrip for bharuch district) મળે તે દિશામાં તેજીથી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે એરસ્ટ્રીપની ડિઝાઇન અને નકશા દર્શાવી જણાવ્યું હતું કે, પ્રથમ કાર્ગો સેવા શરૂ થશે જે બાદ પેસેન્જર સેવા પણ કાર્યરત કરાશે. તેઓએ રૂપિયા 100 કરોડની ટેન્ડર પક્રિયા પૂર્ણ થતા જાન્યુઆરીના અંતિમ દિવસોમાં આ માટેની કામગીરી ચાલું થઈ જશે તેવી આશા પણ વ્યકત કરી હતી.
આ પણ વાંચો: Organ donation in Gujarat :માર્ગ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર દક્ષનું મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો
આ પણ વાંચો: Unseasonal Rain In Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા