ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના માતરીયા તળાવ ખાતે નગરપાલિકા દ્વારા ઓપન જીમ શરૂ થયું - ભરૂચના તાજા સમાચાર

ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત નગરપાલિકા સંચાલિત માતરિયા તળાવ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઓપન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઓપન જીમ યુવાનો, મહિલાઓ સહિત વૃદ્ધોના આરોગ્ય માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

ભરૂચમાં જીમ શરૂ કરાયું
ભરૂચમાં જીમ શરૂ કરાયું

By

Published : Jan 8, 2021, 10:17 PM IST

  • ભરૂચના માતરીયા તળાવ ખાતે નગર પાલિકા દ્વારા નિર્માણ પામ્યું ઓપન જીમ
  • ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું લોકાર્પણ
  • 5 લાખની ગ્રાન્ટમાંથી બન્યું જીમ

ભરૂચ: વડાપ્રધાન મોદીના સૂત્ર “ફિટ ઈન્ડિયા”ને સાર્થક કરવા ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત નગરપાલિકા સંચાલિત માતરિયા તળાવ ખાતે ઓપન જીમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચ મત વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલની જિલ્લા આયોજન મંડળની રૂપિયા 5 લાખની ગ્રાન્ટમાંથી અંગ કસરતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે માતરિયા તળાવના ગાર્ડનમાં આવતા યુવાનો, મહિલાઓ સહિત વૃદ્ધોના આરોગ્ય માટે અહીનું ઓપન જીમ ખૂબ મદદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ, દિવ્યેશ પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના માતરીયા તળાવ ખાતે નગર પાલિકા દ્વારા નિર્માણ પામ્યું ઓપન જીમ

શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઓપન જિમ શરૂ કરાશે: ધારાસભ્ય

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, માતરીયા તળાવની જેમ અન્ય બગીચા અને જાહેર સ્થળોએ પણ ઓપન જીમ કાર્યરત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના સ્વપનને સાકાર કરવા આ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details