ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત, બે ઇજાગ્રસ્ત - પોલીસ કાફલો

ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના માર્ગ પર સમારકામ ચાલતું હોવાથી એક જ તરફનો માર્ગ કાર્યરત છે. ત્યારે હાલમાં આ માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારના રોજ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ભૂતમામાની ડેરી નજીક બે કાર વચ્ચે અકસ્તમાત સર્જાયો હતો. આ ઘટનામાંં બન્ને કારના ચાલકને ઈજા પહોચી હતી.

accident
accident

By

Published : Oct 27, 2020, 5:26 PM IST

  • ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો માર્ગ બની રહ્યો છે અકસ્માત ઝોન
  • બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે ઇજાગ્રસ્ત
  • પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી

ભરૂચઃ ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો માર્ગ અકસ્માત માટે કુખ્યાત બની રહ્યો હોવાનું લાગી રહ્યું છે. બે દિવસ પૂર્વે JCBની ટક્કરે બે યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે આજે મંગળવારના રોજ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવા જતા બન્ને કાર ટકરાઇ હતી. જેમાં બન્ને કારના ચાલકને ઈજા પહોચતા સારવાર અર્થે અંકલેશ્વર ખેડવામાં ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત

પોલીસની કાર્યવાહી

અકસ્માતના કારણે થોડા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details