ગુજરાત

gujarat

By

Published : Jan 2, 2021, 12:59 PM IST

Updated : Jan 2, 2021, 5:38 PM IST

ETV Bharat / state

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર AIMIMના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર એક જ મહિનો બાકી છે. ભાજપ અને કોંગ્રેસે આને લઈને તડામાર તૈયારી કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. આ સાથે એક બીજા સમાચાર પણ આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરવા માટે હૈદરાબાદની અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે ભરૂચમાં બીટીપી એટલે કે ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. હવે આ ગઠબંધન શું નવા જૂની કરશે તે સમય બતાવશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા AIMIMએ BTP સાથે કર્યું ગઠબંધન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા AIMIMએ BTP સાથે કર્યું ગઠબંધન

  • ગુજરાતના રાજકારણમાં નવો વળાંક
  • BTP અને AIMIM વચ્ચે ગઠબંધન
  • બંને માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેન્દ્રમાં
    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા AIMIMએ BTP સાથે કર્યું ગઠબંધન

ભરૂચઃ ગુજરાતના રાજકરણમાં પગપેસારો કરવા હવે એઆઈએમઆઈએમે બીટીપી સાથે ગઠબંધન કરવાની શકયતા . ભરૂચમાં BTP અને AIMIM વચ્ચે ગઠબંધનની રૂપરેખા તૈયાર કરવા વાલિયા ખાતે બેઠક યોજાઈ હતી. ભરૂચની વાલિયા ચોકડી ખાતે AIMIMના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં નવો જ વળાંક આવી રહ્યો છે. રાજસ્થાનની ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે મળી બીટીપીને સત્તાથી દૂર રાખતા બીટીપી નારાજ થયું છે અને ભરૂચ તેમ જ નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો હવે હૈદરાબાદની અસદુદ્દીન ઓવૈસીની AIMIM સાથે ગઠબંધનની તૈયારી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના માલજીપુરા સ્થિત નિવાસ સ્થાને બંને સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર AIMIMના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

આ પૂર્વે ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે AIMIMના મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ અને માજી ધારાસભ્ય વારિસ પઠાણનું બિટીપી તેમ જ સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ બંને પક્ષ વચ્ચે બેઠક યોજાશે એટલે શું નવો નિર્ણય લેવામાં આવશે તે ટૂંક સમયમાં જાણવા મળશે.

Last Updated : Jan 2, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details