આમોદ તાલુકાના આછોદ ગામે કેટલાંક લોકો દ્વારા ગૌ હત્યા થતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ મોટા કાફલાં સાથે આછોદ ગામથી મછાછરા ગામે જવાના માર્ગ પર દરોડા પાડ્યાં હતાં. જ્યાં કેટલાંક વ્યક્તિઓ ગૌ હત્યા કરતાં હોવાનું બહાર આવ્યું હતું.
આછોદ ગામે ગૌ હત્યા કરતાં 11 આરોપી ઝડપાયાં, 15.85 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભરૂચઃ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે ગૌ હત્યા કરનારા 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરાઈ હતી. એક બી.એમ.ડબ્લ્યુ કાર સહિત રૂપિયા 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આોરપીઓની પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આછોદ ગામે ગૌ હત્યા કરતાં 11 આરોપી ઝડપાયાં, 15.85 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસે કતલ કરનારા 11 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે એક બી.એમ.ડબ્લ્યુ કાર, બે બાઈક અને 110 કિલો ગૌમાંસ સહિત રૂપિયા 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.