ગુજરાત

gujarat

ETV Bharat / state

આલિયાબેટ પર શિપિંગ કન્ટેન્ટરમાં ઉભું થશે અનોખુ મતદાન મથક, જાણો કેટલા મતદાર

2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનમાં 204 લોકોએ મતદાન કર્યું હતું. આઝાદી પછી પહેલીવાર આલિયાબેટ (set up in a shipping container on aliabet) ઉપર વસતા લોકોને પોતાનું મતદાન મથક મળશે. રાજ્યના આ 212 મતદારો છે. વિશેષ મતદાન (a unique polling station) કરી શકે તે માટે અનોખુ મથક તૈયાર કરાયું છે. 100 પરિવારની વસ્તી ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું.

આલિયાબેટ પર શિપિંગ કન્ટેન્ટરમાં ઉભું થશે અનોખુ મતદાન મથક, જાણો કેટલા મતદાર
આલિયાબેટ પર શિપિંગ કન્ટેન્ટરમાં ઉભું થશે અનોખુ મતદાન મથક, જાણો કેટલા મતદાર

By

Published : Nov 4, 2022, 10:54 PM IST

ભરૂચભરૂચના વાગરા વિધાનસભા બેઠકમાં (Vagara assembly seat of Bharuch) એક એવું મતદાન મથક અલિયાબેટ (Aliabet Polling Station) જ્યાં લોકોને ફરીને 82 કિલોમીટર દૂર જવું પડતું હતું. જયારે હવે આ વખતે ઇલેકશન કમિશનરે (Election Commissioner) ખાસ આ લોકો માટે શિપિંગ કન્ટેનરની અંદર મતદાન મથક (A polling station inside a shipping container) આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આ 212 વિશેષ મતદારો છે. જેઓ માટે મતદાન કરી શકે તે માટે અનોખુ મથક તૈયાર કરવામાં આવ્યું છે. 100 પરિવારની વસ્તી ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું.

આઝાદી પછી પહેલીવાર આલિયાબેટ ઉપર વસતા લોકોને પોતાનું મતદાન મથક મળશે.

મતદાન કરવા માટે દૂર જવું નહીં પડેઆલિયાબેટ ઉપર વસતા લોકો માટે કન્ટેનરમાં પોલિંગ બુથનો મુખ્ય ચૂંટણી અધિકારીનો નિર્ણયને કારણ હવે આલિયાબેટના રહીશોને મતદાન કરવા માટે દૂર જવું નહીં પડે. અગાઉ પણ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ST બસોની વ્યવસ્થા (Arrangement of ST buses for Lok Sabha elections) કરાઈ હતી. વાગરા વિધાનસભાની બેઠક ઉપર કલાદરા ગ્રામ પંચાયતની હદમાં (Extent of Kaladara Gram Panchayat) આવતા આલિયાબેટમાં મતદાન મથક પર મતદારોની સુવિધા (Facilitation of voters in Aliabet) માટે શિપિંગ કન્ટેનરમાં સુવિધાઓ સાથે મતદાન મથક ઊભો કરાયું છે.

ભરૂચના વાગરા વિધાનસભા બેઠકમાં એક એવું મતદાન મથક અલિયાબેટ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇલેક્શન કમિશનને રજૂઆતછેલ્લા ઘણા વર્ષોથી આલિયા બેટના લોકોને પોતાનો મત આપવા માટે 80 કિલો મીટર દૂર જવું પડતું હતું. 10 વર્ષ અગાઉ અલિયાબેટના લોકોએ મત આપવા માટે નાવડીમાં બેસીને જવું પડતું હતું. ત્યારબાદ સરકાર દ્વારા બસની સુવિધા કરવામાં આવી હતું. પરંતુ આવવા જવાના થઈને 150 કિલોમીટર જેટલું થતું હતું. તેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇલેક્શન કમિશનરે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશન દ્વારા ખાસ સુવિધા આપવામાં આવી છે. આલિયા બેટના રહીશોને હવે મતદાન કરવા માટે દૂર જવું નહીં પડે. તેઓ ઘર આંગણે જ મતદાન કરી શકશે. આલિયાબેટમાં જે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. તે એક શિપિંગ કન્ટેનરમાં કરવામાં આવ્યું છે. મતદાન ઘર આંગણે જ કરી શકાશે. તેવી સુવિધા ઉપલબ્ધ થવાથી આલિયા બેટના રહીશોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોતાના મત આપવા માટે આખો દિવસ તેઓનો નીકળી જતો હતો વાગરા વિધાનસભાના ચૂંટણી અધિકારી (Vagara Assembly Election Officer) વી.બી. ખેતાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીંયાના મતદારોને ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પોતાના મત આપવા માટે આખો દિવસ તેઓનો નીકળી જતો હતો. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને એક અલગથી જ શિપિંગ કન્ટેનર મા સુવિધાઓ સાથે સજ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે આ મતદાન મથક સોલાર સિસ્ટમ અને જનરેટરથી ચલાવવામાં આવશે.

હવે આલિયાબેટના રહીશોને મતદાન કરવા માટે દૂર જવું નહીં પડે. અગાઉ પણ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ST બસોની વ્યવસ્થા કરાઈ હતી.

212 જેટલા મતદારો જત સમાજમાંઆલિયાબેટ એક એવો વિસ્તાર છે. જ્યાં જત ( કચ્છી સુન્ની મુસ્લિમ ) સમાજના લોકો વસવાટ કરે છે. આ સમાજના લોકોમાં 212 જેટલા મતદારો છે 212 જેટલા મતદારોને લોકશાહીમાં પોતાનો મત આપવાનો અધિકાર સંપૂર્ણ સુવિધાઓ સાથે મળી રહે તે માટે શિપિંગ કન્ટેનર માં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે.

કચ્છમાં બે સદી પૂર્વે દુકાળજત ( કચ્છી સુન્ની મુસ્લિમ) સમાજના લોકો 250 વર્ષો ઉપરાંતથી આલિયાબેટમાં વસવાટ કરે છે. કચ્છમાં બે સદી પૂર્વે દુકાળ પડેલ અને આ સમયે જત સમાજના લોકો ઘાસ ચારાની શોધમાં નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને પોતાના પશુધન સાથે આવી પોહચેલ અને આ વિસ્તારમાં આલ જાતિ નામનું ઘાસ હોવાથી તે ઊંટ ને ખવડાવતા હતા. આ આલ ઘાસ નામ પરથી આલિયબેટ નામ પડેલું છે. તે સમયે જત સમાજના ચાર પાંચ પરિવાર જ વસવાટ કરતા હતા. ત્યારબાદ સમય જતાં તેમના સમાજના લોકોની વસ્તીમાં વધારો થયો છે અને હાલ 100થી વધુ પરિવાર અહીંયા વસવાટ કરી રહ્યા છે. જત સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે.

100 પરિવારની વસ્તી ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું. 100 પરિવારની વસ્તી ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે 82 કિમી દૂર જવું પડતું હતું.

લોકોમાં શિક્ષણની જાગૃતિ જત સમાજના પરિવારના લોકોમાં શિક્ષણની જાગૃતિ લાવવા માટે કલાદરા ગામના આચાર્ય અને શિક્ષક વિનોદભાઈ પરમાર દ્વારા 2005માં આલિયાબેટમાં વસવાટ કરતા લોકોની મુલાકાત કરી અને તેઓના બાળકોમાં શિક્ષણ અંગેની એક જ્યોત જગાડી હતી. આ શિક્ષણ અંગેની જ્યોત શિક્ષક વિનોદ પરમાર દ્વારા સતત 17 વર્ષોથી આવીરત પણે ચાલી રહી છે. આલિયાબેટના જત સમાજના બાળકોમાં ભણતર અંગેનું એક એવું માળખું તૈયાર કર્યું કે જેમાં ધોરણ 10 સુધી પણ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે.

જત સમાજના બાળકોને ભણાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ITIમાં કોમ્પ્યુટરના કોર્સ પણ કર્યા છે તો કેટલીક વિદ્યાર્થીનીઓ હાલ આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કરી રહી છે. શિક્ષક વિનોદ પરમારની મહેનત જોઈને જત સમાજના લોકોએ તેઓને પણ ખૂબ અભિનંદન આપ્યા હતા. પરંતુ હાલમાં આલિયા બેટ વિસ્તારમાં જત સમાજના બાળકોને ભણાવવા માટે શાળાનું મકાન ન હોવાથી ચોમાસાની ઋતુમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જત સમાજના લોકો દ્વારા સરકાર પાસે માંગહાલ આ બાળકો ખુલ્લામાં બેસીને શિક્ષણ લઈ રહ્યા છે. શિક્ષક દ્વારા અને આલિયા બેટના જત સમાજના લોકો દ્વારા સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અમને પણ શિક્ષણને લગતી તમામ સુવિધાઓ આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અને મુખ્ય શહેર સુધી જવા માટે એક રસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જેમ મતદાન મથક માટે સુવિધા પૂરી પાડી છે, તેમ અમારી અન્ય માંગણીઓ પણ સરકાર પૂરી પાડે એવી આશા વ્યક્ત કરી છે.

સરકાર અમને અમારા મૂળભૂત અધિકારો સુવિધાઓ અને પૂરી પાડેહાલ પણ જત સમાજના લોકો પોતાના કચ્છી પહેરવેશ અને આભૂષણો પહેરે છે. તેઓ પોતાની મૂળભૂત ભાષામાં વાત કરીને પોતાની સંસ્કૃતિની એક આગવી ઓળખ જાળવી રાખી છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી તેમજ હિન્દીમાં પણ વાત કરી શકે છે. અલીયાબેટ પર વસતા જત સમાજના લોકોએ સરકારને નિવેદન કર્યું અને કહ્યું કે, સરકાર અમને અમારા મૂળભૂત અધિકારો અને લાઈટ, રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ અમને પણ પૂરી પાડે તો અમારો સમાજ શિક્ષિત બને અને અમારા બાળકોનું ભવિષ્ય પણ ઉજળું બને.

ABOUT THE AUTHOR

...view details