ભરૂચઃ લોકડાઉનના સમયમાં ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ 1961 વાહનો ડીટેઇન કરાયા છે. તો જાહેરનામાના ભંગના ગુના બદલ કુલ 629 લોકો સામે કાર્યવાહી કરવમાં આવી હતી.
લોકડાઉનઃ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં પોલીસે 1961 વાહનો ડિટેઇન કર્યા
લોકડાઉનના કારણે લોકહિતને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવાયું છે.
Bharuch
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા અપાયેલા 21 દદિવસના લોક ડાઉનનું ભરૂચ પોલીસ કડકપણે અમલ કરાવી રહી છે. લોક ડાઉનના દિવસો દરમિયાન અત્યાર સુધી ભરૂચ પોલીસે જિલ્લામાં કુલ 1961 વાહનો ડીટેઇન કર્યા છે. તેમજ જાહેરનામાં ભંગના ગુના બદલ કુલ 629 લોકો સામે કાર્યવાહી કરી છે. અંકલેશ્વરમાં પોલીસે ડ્રોન સર્વેલન્સ કરી કુલ 12 ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ પર વાહન ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી સાથે વાહનો જપ્ત કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.