ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં રેલવે ટ્રેક પર 7 ફૂટ લાંબા મગરનું, વનવિભાગે રેસક્યુ કર્યું

ભરૂચઃ શહેરમાં રેલવે ટ્રેન રોકીને રેલવે ટ્રેક ઉપર 7 ફૂટ લાંબા મગરનું રેસક્યુ કરાયું છે. ભરૂચના ચાવજ ગામ નજીક આ મગર દેખાયો હતો. જેને ટ્રેનના ડ્રાઈવરે જોયા બાદ વનવિભાગને જાણ કરી હતી.

crocodile

By

Published : Sep 5, 2019, 12:15 PM IST

ભરૂચમાં રેલવે ટ્રેક પર 7 ફૂટ લાંબો મગર આવી ચઢ્યો હતો. ટ્રેનના ડ્રાઈવરની નજરે આ મગર ચઢતા વનવિભાગને જાણ કરી હતી. બાદમાં વનવિભાગની ટીમે 130 કિલો વજન ધરાવતાં મગરનું રેસક્યુ ઓપરેશન કર્યું હતુ. એક કલાક સુધી ચાલેલા રેસક્યુ ઓપરેશન બાદ આ મગરને સરદાર સરોવર ક્રોકોડાઈલ પાર્કમાં છોડી મુકવામાં આવ્યો હતો. ભરુચ નજીત પસાર થતી નર્મદા નદીમાં સેંકડો મગર વસવાટ કરે છે. ગુરુવારે આ મહાકાય મગર ટ્રેક પર આવી ચડ્યો હતો.

ભરૂચ નજીક રેલવે ટ્રેક પર 7 ફૂટ લાંબો મગર દેખાયો, વનવિભાગે ભારે જહેમત બાદ કર્યુ રેસક્યુ

ABOUT THE AUTHOR

...view details