ભરૂચ: ભરૂચના ચાવજ પાસે આવેલી અને હાલ બંધ પડેલી વિડિયોકોન કંપનીમાંથી કેટલાક દિવસો પહેલા કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. આ બાબતે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. મોટા જથ્થામાં ચોરાયેલા કોપર વાયર અંગે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે વાલિયા તરફથી કારમાં કેટલાક ઈસમો કોપર વાયરનું વેચાણ કરવા આવી રહ્યા છે .
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 150 કિલો કોપર વાયરનો જથ્થો ચોરનારા આરોપીઓની અટકાયત
ભરૂચ પાસે થોડા સમય પહેલા બંધ પડેલી વિડીયોકોન કંપનીમાંથી 150 કિલો કોપર વાયરનો જથ્થો ચોરી થવાની ઘટના સામે આવી હતી. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરતા 3 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 150 કિલો કોપર વાયરનો જથ્થો ચોરનાર આરોપીઓની અટકાયત
આ બાતમીના આધારે પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ DYSP ચિરાગ દેસાઈની સૂચના અનુસાર PI ઓ. પી. સીસોદીયા અને PSI વી.આર ઠુમ્મર દ્વારા વોચ ગોઠવાતા બાતમીવાળી કાર રોકી તેમા તપાસ કરતા કોપર વાયર મળી આવ્યા હતા. આ અંગે તેમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તમામ 5 આરોપીઓની અટકાયત કરી રૂ. 45,000ના 150 કિલો કોપર વાયર અને કાર મળી કુલ રૂ.3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.