ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓદ્યોગિક નગરી ભરૂચમાં લોકડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા

કોરોનાની મહામારીમાં પણ ભરૂચમાં લોકડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા છે. જિલ્લામાં કુલ 1700 ઉદ્યોગોએ તેમની કંપની ચાલુ કરવા તંત્રને અરજી કરી હતી.

ઓદ્યોગિક નગરી ભરૂચમાં લોકડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા
ઓદ્યોગિક નગરી ભરૂચમાં લોકડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા

By

Published : Apr 20, 2020, 3:31 PM IST

  • ઓદ્યોગિક નગરી ભરૂચમાં લોકડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા
  • તંત્ર પાસે ઉદ્યોગો શરુ કરવા 1700 અરજી આવી હતી
  • ઉદ્યોગોમાં કામ કરતા કામદારો માટે માસ્ક અને સેનેટાઈઝર ફરજીયાત
    ઓદ્યોગિક નગરી ભરૂચમાં લોકડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા

ભરૂચઃ ઓદ્યોગિક નગરી ભરૂચમાં લોક ડાઉન વચ્ચે 400 ઉદ્યોગો ધમધમતા થયા છે. જિલ્લામાં કુલ 1700 ઉદ્યોગોએ તેમની કંપની ચાલુ કરવા તંત્રને અરજી કરી હતી.

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે જો કે, આજથી કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં વિવિધ છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ઓદ્યોગિક નગરી ભરૂચમાં લાંબા સમયથી બંધ પડેલા ઉદ્યોગો આજથી ફરી ધમધમતા થયા છે.

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોને મંજુરી માટે તંત્ર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી 1700 ઉદ્યોગોએ તેમની કંપની ચાલુ કરવા તંત્રને અરજી કરી હતી, જે પૈકી તંત્રના અધિકારીઓની કમિટીએ નિર્ણય લઇ 400 ઉદ્યોગોને મંજુરી આપી છે.

આ સિવાયની અન્ય અરજી હજુ પેન્ડીંગ છે. અંકલેશ્વરમાં આવેલા ફાર્મા ઉદ્યોગ તો અગાઉથી જ ચાલુ છે. ઉદ્યોગોમાં આવતા કામદારો માટે તંત્ર દ્વારા માસ્ક અને સેનેટાઈઝર ફરજીયાત બનાવવામાં આવ્યા છે અને શોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા સુચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details