ભરૂચ: જિલ્લામાં બુધવારના રોજ કોરોના વાઇરસના નવા 33 કેસ નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 889 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું વધતું સંક્રમણ અટકવાનું કે ધીમું પડવાનું નામ નથી લેતું, ત્યારે બુધવારના રોજ પણ નવા 33 પોઝિટિવ કેસ નોધાયા છે.
જેમાં ભરૂચમાં 13, અંકલેશ્વરમાં 16, હાંસોટમાં 2, તો નેત્રંગ અને જંબુસરમાં કોરોના વાઇરસનો 1-1 પોઝિટિવ કેસ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બુધવારના રોજ જિલ્લામાં 22 દર્દીઓએ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. નવા નોંધાયેલા કેસની સાથે ભરૂચ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 889 પર પહોચી છે. જે પૈકી 18 દર્દીઓના મોત નીપજ્યા છે. તો 620 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ કોરોનાના 251 દર્દીઓ સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જો કે દર્દીઓનો રીકવરી રેટ અન્ય જિલ્લા તેમજ શહેરની સંખ્યામાં સારો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 70 ટકા દર્દીઓએ કોરોના માથી સ્વસ્થ થયા છે.