ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 22 કેસ નોધાયા, કુલ આંક 665 થયો

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ભારત દેશમાં દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 22 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 665 પર પહોચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 22 કેસ નોધાયા, કુલ આંક 665 પર પહોંચ્યો
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 22 કેસ નોધાયા, કુલ આંક 665 પર પહોંચ્યો

By

Published : Jul 20, 2020, 6:56 PM IST

ભરૂચ: જિલ્લામાં સોમવારના રોજ કોરોના વાઇરસના વધુ 22 પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 9 કેસ તો હાંસોટમાં 3 અને ભરૂચમાં 2 કેસ સામે આવ્યા છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત રહ્યું છે, ત્યારે સોમવારના રોજ નવા 22 પોઝિટિવ કેસ નોધાયા છે.

જેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 9 કેસ, હાંસોટમાં 2, ભરૂચમાં 2, જંબુસરમાં 1, વાલિયામાં 2, ઝઘડિયામાં 1, વાગરામાં 4 પોઝિટિવ કેસ નોધાયા છે. જિલ્લામાં સોમવારના રોજ કોરોના પોઝિટિવના 26 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં 22 પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 665 પર પહોચી છે. અત્યાર સુધી 410 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. તો 15 દર્દીના મોત નિપજ્યા છે. હવે કોરોનાના 240 દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details