ભરૂચઃ જિલ્લામાં બુધવારે એક સાથે કોરોનાના 21 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1995 પર પહોંચી છે. ભરૂચ જિલ્લો પણ હવે ધીમે ધીમે કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો જ નોંધાતો જોવા મળી રહ્યો છે. વધતા જતા કેસના કારણે જિલ્લામાં લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.
ભરૂચમાં કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંખ્યા 1995
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લામાં બુધવારે 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1995 પર પહોંચી છે.
ભરૂચમાં આજે કોરોનાના 21 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં હજી પણ અમુક લોકો વગર માસ્કે ફરતા જોવા મળી રહ્યા છે તેમ જ સેનિટાઈઝરનો પણ યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે. એટલે જ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. બુધવારે કોરોનાના નવા 21 કેસ નોંધાતા તે તમામ દર્દીઓને જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં અને હોમ આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં 5 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.