ભરૂચઃ કોરોના વાઈરસના કાળા કહેર વચ્ચે દેશમાં લોક ડાઉનની કડક અમલવારી ચાલી રહી છે. ત્યારે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની હાલત કફોડી બની છે. વિવિધ સંસ્થા અને તંત્ર દ્વારા લોકોને અનાજ પહોચાડવામાં આવે છે. પરંતુ રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો તેમના બાળકો માટે દૂધ ક્યાંથી લાવે એ પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે ભરૂચમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનોની ટીમ અને પત્રકારો દ્વારા આવા બાળકો સુધી દૂધ પહોચાડવાનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે 150 યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ રોજ સવારે લોકોને 1500 જેટલા દૂધ અને બિસ્કીટનાં પેકેટનું વિતરણ કરી ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે.
લોકડાઉનના સમયમાં ભરૂચના 150 યુવાનોની અનોખી પહેલ - લોકડાઉન ન્યૂઝ
લોકડાઉનના સમયમાં ભરૂચના યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. યુવાનો ભેગા મળી રોજ સવારે ગરીબ બાળકોને દૂધ અને બિસ્કીટનાં પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સાથે તેમને સરકારના નિયમોનું પાલન કરવા અંગે જણાવવામાં આવે છે.
lockdown
આ દરમિયાન તેઓ દ્વારા હેન્ડ ગ્લોઝ અને માસ્ક પહેરવમાં આવે છે. સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવામાં આવે છે. આ કાર્યમાં યુવાનોને ભરૂચની દૂધધારા ડેરી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળનો સહયોગ સાંપડ્યો છે. બાળકોના પોષણ માટે દૂધ મહત્વનું હોય છે ત્યારે ભરૂચના નવ યુવાનો દ્વારા રોજ સવારે બાળકો સુધી દૂધ પહોચાડી સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.