ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેજમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ થનાર 100 MLD પ્લાન્ટનું CM રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

ભરુચ: દહેજના ઉદ્યોગોને વર્તાતી પાણીની અછતને પહોંચી વળવા ઉદ્યોગો દ્વારા દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

100 MLD plant to be constructed at Dahej at a cost of Rs 1100 crore
દહેજમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ થનાર 100 એમએલડી પ્લાન્ટનું ખાતમૂર્હત

By

Published : Nov 30, 2019, 6:26 PM IST

ગત થોડા વર્ષોથી દહેજ, વિલાયત અને સાયખા ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો ખારા પાણીના કારણે પાણી માટે વલખા મારતા હતા અને તેના કારણે ઉત્પાદન પર અસર જોવા મળતી હતી. આ અછતને દૂર કરવા માટે ઉદ્યોગો દ્વારા GIDCના માર્ગદર્શન હેઠળ 100 એમ.એલ.ડી.ની ક્ષમતા વાળા ડિસેલિનેશન પ્લાન્ટનું નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું. જેનું ખાતમુર્હુત શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

દહેજમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ થનાર 100 એમએલડી પ્લાન્ટનું ખાતમૂર્હત

પ્રાથમિક તબક્કે 885 કરોડ નિર્માણ અને પાંચ વર્ષ સુધી તેના મેઇન્ટેનન્સ માટે 200 કરોડ એમ કુલ 1100 કરોડનું આંધણ ઉદ્યોગો દ્વારા કરવામાં આવ્યું છે. શનિવારના કાર્યક્રમમાં GIDCના ચેરમેન બલવંતસિંહ રાજપુત, GIDCના MD થેનારસમ, ઇન્ડસ્ટ્રીયલ સેક્રેટરી મનીજ દાસ, સહકાર મઠરી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ એન.એ.હનિયા, વિલાયત ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ વશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કુદરત રૂઠે પણ દરિયો ન ખૂટે અને તે ઉક્તિને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતમાં આવા 8 પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અને આ તેનો પ્રથમ પ્લાન્ટ છે. 100 એમ.એલ.ડી એટલે કે, રોજનું 10 કરોડ લીટર પાણી આ પ્લાન્ટ થકી મીઠું થશે અને તેનો ફાયદો ઉદ્યોગોને થશે.

મુખ્યપ્રધાને ભાડભૂત બેરેજનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભાડભૂત બેરેજ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયાઓ પૂર્ણ થઇ જશે અને આગામી જાન્યુઆરી માસથી તેનું કામ શરુ થઇ જશે. તો તેઓએ અંકલેશ્વરની જનતાને સોગાત આપતા જણાવ્યું હતું કે, અંકલેશ્વર ખાતેની GIDC જગ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે ફાળવી આપવામાં આવશે. જેથી, અંકલેશ્વરના બાળકો તથા યુવાધન તેનો ઉપયોગ કરી શકે.

ABOUT THE AUTHOR

...view details