ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં ગરીબોના વ્હારે આવી ડીસાની મહિલાઓ - કોરોના વાયરસ લોકડાઉનમાં ડીસામાં મહિલાઓ ગરીબોને કામમા આવી

સમગ્ર દેશમાં કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યુ છે. જેમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ ગરીબ લોકોની છે, ત્યારે ડીસામાં મહિલાઓ દ્રારા જરૂરીયાત મંદોની સમસ્યા દૂર થાય અને તેમને સમયસર જમવાનું મળી રહે તે માટે દરેક સોસાયટીમાંથી એક સમયનું જમવાનું આપવામાં આવે છે.

ગરીબોના વ્હારે આવી ડીસાની મહિલાઓ
ગરીબોના વ્હારે આવી ડીસાની મહિલાઓ

By

Published : Apr 1, 2020, 7:47 PM IST

ડીસા: સમગ્ર દેશમાં હાલ કોરોના વાઇરસના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ છે. જેને લઇને દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં લોકડાઉનની સૌથી ગંભીર અસર ગરીબ પરિવારો પર જોવા મળી રહી છેે. કારણ કે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાથી ગરીબોની હાલત ખૂબ જ દયનિય જોવા મળી રહી છે.

ડીસા ખાતે કાર્યરત હિન્દૂ યુવા સંગઠન દ્વારા દરેક ઘર દીઠ શાક રોટલી ઉઘરાવી ગરીબ પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યી છે. જ્યારથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારથી હિન્દૂ યુવા સંગઠન દ્વારા આ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

ડીસા ખાતે કાર્યરત દરેક સંસ્થાઓ હાલ ગરીબ લોકોને એવા સમયે મદતરૂપ થાય છે, જ્યારે હવે ડીસાની અનેક સોસાયટીની મહિલાઓ પણ ગરીબ લોકોના વ્હારે આવી છે અને દરેક સોસાયટીમાંથી ગરીબ લોકો માટે મહિલાઓ દ્વારા એક સમયનું ભોજન બનાવી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details