ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈકબાલગઢ ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત, ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં કરવાની પરિજનોની ચીમકી - ધરણા

બનાસકાંઠાના ઇકબાલગઢ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા મૃતકના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધતા મૃતકના પરિવારજનો તબીબની ધરપકડની માગ સાથે હોસ્પિટલ પરિષરમાં ધરણા પર બેસી ગયા છે અને જ્યા સુધી ન્યાન ન મળે ત્યા સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી આપી છે.

Iqbalgarh village
ઈકબાલગઢ ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત

By

Published : Sep 6, 2020, 10:50 PM IST

બનાસકાંઠાઃ આમ તો લોકો ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે, પરંતુ કેટલીકવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે. તે લોકોને ડૉક્ટરો પરથી ભરોસો ઊઠી જતો હોય છે. આ વાત છે બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ગામના આદિવાસી વિસ્તારમાં રહેતા શાંતાબેન ખરાડી જેમને પ્રસૂતપીડા ઉપડતા, તેના પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી હતી. જે પ્રસૂતિ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ સમગ્ર કરુણ ઘટનાની વિગત જોઈએ તો ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠાના ઈકબાલગઢ ગામની એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, પ્રસૂતિ દરમિયાન મહિલાનું કરૂણ મોતનું નીપજ્યું હતું.

ઈકબાલગઢ ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત

આ ઘટનાની જાણ થતા મૃતકના સગા સંબંધીઓ હોસ્પિટલ આગળ એકઠા થઇ ગયા હતા અને તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસે સમગ્ર ઘટના મામલે એડી(અકસ્માતે મોત)નો ગુનો દાખલ કરતા મૃતકના પરિવારજનો વિફર્યા હતા. તબીબની બેદરકારીના કારણે જ મોત થયું હોવાની વાત પર અડગ રહી 500થી પણ વધુ લોકો હોસ્પિટલ આગળના ધરણા પર બેસી ગયા હતા. તેમજ જ્યાં સુધી ડૉક્ટર સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલ પરિસરમાંથી હટશે નહીં તેવી ચીમકી આપી છેે.

આ બનાવને પગલે ડીસા વિભાગના DYSP અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આ મામલે મૃતકના પરિવારજનો તો કોઈની વાત સાંભળવા તૈયાર નથી અને જ્યાં સુધી તબીબ સામે ફરિયાદ નહીં થાય ત્યાં સુધી ધરણા પરથી ઉઠવાનો ઇન્કાર કર્યો છે.

પ્રસુતિ દરમિયાન ડૉક્ટરની બેદરકારીના અન્ય કિસ્સા

ડૉક્ટટોની બેદરકારી, ચોટીલામાં પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલાના ગુંદા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 28 વર્ષની પરિણીતા વસંતબેન સામતભાઈ મકવાણાને ડિલિવરી માટે ચોટીલાના સાર્વજનિક દવાખાને લઇ જવામાં આવી હતી. જ્યાં બપોર સુધી પ્રસૂતિ ન થતા પરિવારજનોએ ડૉક્ટરને ખાનગી હૉસ્પિટલમાં લઇ જવાની વાત કરી હતી. જે બાદ 3.30 કલાક દરમિયાન તેઓને લેબર રૂમમાં લઈ જવાતા સારવાર દરમિયાન વસંતબેનનું બાળક સાથે મૃત્યું થયું હતું. જેને પગલે વસંતબેનના પરિવાર દ્વારા ડૉક્ટરોની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

દહેગામના ખાનગી તબીબ માનવતા ભૂલ્યા, ક્લિનિક બહાર મહિલાની પ્રસુતિ થઈ

ગાંધીનગર : દહેગામમાં મજૂરી કરી રહેલા મહેશ ભુરીયા નામના યુવકની પત્નીની ડિલિવરી દહેગામ સ્ટેશન રોડ પર જ થઈ હતી. સ્ટેશન રોડ પર આવેલ એક ખાનગી દવાખાનામાં મહિલા ડોકટરને તેમની પત્નીને સારવાર માટે લઇ ગયા હતા. અચાનક લેબર પેઇન થતાં આ મહિલાની સારવાર કરવા માટે ડોકટરે ના પાડી દેતાં આ મહિલાની ડિલિવરી રસ્તા ઉપર જ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details