- રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરાયો
- આત્મનિર્ભર ગ્રામ્ય નિર્માણ અને સ્વછતા રથનું આયોજન હાથ ધરવામાં આવ્યું
- એક રથનું આજે શક્તિપીઠ અંબાજી ખાતે સમાપન કરવામાં આવ્યું
અંબાજી:બનાસકાંઠા જિલ્લામાં નીકળેલા તેમના એક રથનું શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સરકારનું આ આત્મનિર્ભર ગ્રામ્ય નિર્માણ અને સ્વછતા રથ (Atmanirbhar Gram Yatra) અંબાજી ખાતે આવી પહોંચતા જિલ્લા વિકાસ અધકારી દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:સમગ્ર ગુજરાતમાં બનશે ઉમિયાધામના 60 કરતા વધુ સંસ્થાનો
આદિવાસી વિસ્તારના લોકોને યોજનાનો લાભ અર્પણ કરવામાં આવ્યો
આ યાત્રા બેઠક સ્વરૂપે ફેરવાતા સભામાં ઉપસ્થિત લોકોને સરકારની વિવિધ કામગીરી સહીત યોજનાઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો, અને તેમાં આદિવાસી વિસ્તારના લોકોને યોજનાનો લાભ પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.
જ્યાં પ્રજાને સરકાર સુધી જવું પડતું હતું તેના બદલે હવે સરકાર પ્રજા સુધી પહોંચી રહી છે આ પણ વાંચો:Atmanirbhar Gram Yatra: ગુજરાતમાં ભાજપ "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" થકી ચૂંટણી મોડમાં આવી
કુપોષિત બાળકો સહીત સગર્ભા બહેનોને સુખડી અને પૌષ્ટિક આહારનું વીતરણ
ખાસ કરીને જ્યાં પ્રજાને સરકાર સુધી જવું પડતું હતું તેના બદલે હવે સરકાર પ્રજા સુધી પહોંચી રહી છે ને સરકારની કામગીરીની સિદ્ધિઓ વર્ણવાની સાથે યોજનાના લાભ પણ ઘરે બેઠા પહોંચાડી રહી છે, આ પ્રંસગે ખાસ કરીને કુપોષિત બાળકો સહીત સગર્ભા બહેનોને સુખડી અને પૌષ્ટિક આહારનું પણ વીતરણ કરવામાં આવ્યું હતું.