ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ, લાખો લીટર પાણી વહી જતા લોકોમાં રોષ

બનાસકાંઠા જિલ્લામાં ટાંકી સાફ કરવાના બહાના હેઠળ પાલિકા દ્વારા લાખો લીટર પાણી રોડ પર વેડફી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

ડીસામાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ, લાખો લીટર પાણી વહી જતા લોકોમાં રોષ
ડીસામાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ, લાખો લીટર પાણી વહી જતા લોકોમાં રોષ

By

Published : Jun 25, 2020, 7:37 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા પાલિકા દ્વારા ટાંકી સાફ કરવાના બહાના હેઠળ લાખો લીટર પાણી રોડ પર વેડફી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ પાણીનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવા સ્થાનિકોની માગ છે, ત્યારે પાલિકા આ બાબતે સ્થાનિકોની વાત ન માની પાણી વેડફી દીધું હતું.

ડીસામાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ, લાખો લીટર પાણી વહી જતા લોકોમાં રોષ

બનાસકાંઠામાં પાણીનો પ્રશ્ન

  • બનાસકાંઠામાં લાખો લીટર પાણીનો વેડફાટ
  • ડીસા પાલિકા દ્વારા ટાંકી સાફ કરવાના બહાના હેઠળ લાખો લીટર પાણીનો વેડફાટ
  • ડીસાના લાલચાલી વિસ્તારમાં પાણીનો વેડફાટ

બનાસકાંઠામાં દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની ભારે અછત વર્તાતી હોય છે, ત્યારે ડીસા પાલિકા દ્વારા લાલચાલી વિસ્તારમાં 10 લાખ લીટરની પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જે ટાંકીમાંથી પાણી હવે લોકોને પીવામાં માટે આપવામાં આવી રહ્યું છે, ત્યારે ગુરૂવારના રોજ સવારે 10 લાખ લીટર પાણી ભરેલી ટાંકીમાંથી પાણી રોડ પર વેડફાતા સ્થાનિકો દ્વારા ઓપરેટરને જાણ કરાઈ હતી, ત્યારે ઓપરેટર દ્વારા આ પાણીની ટાંકી સાફ કરવા છોડ્યું હોવાનું બહાનું બતાવી રવાના થયો હતો

જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને વેડફાટ થતા પાણીને બંધ કરવા માગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, ટાંકી સાફ કરવાની હોય તો પાણીને ટેન્કર ભરીને ઝાડને પીવડાવવા લઈ જવું જોઈએ આમ લાખો લીટર પાણીનો આ રીતે વેડફાટ ન કરવો જોઈએ.

ડીસામાં અનેક વિસ્તારમાં પીવાના પાણીની રાડો ઉઠતી હોય છે. તો બીજી તરફ ટાંકી સાફ કરવાના બહાના હેઠળ પાણી રોડ પર છોડવામાં આવ્યું છે. જોકે આ ટાંકી સાફ કરવી હોય તો ઝાડને પીવડાવવા ટેન્કર ભરીને પણ ઉપયોગમાં લઇ શકાતું હતું પંરતુ પાલિકાની અણઆવડતના કારણે લાખો લીટર પાણી હાલ રોડ પર વેડફાઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details