અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે ચાવડાએ વિભાવરીબેન દવેને સ્મ્રૂતિ ચિન્હ સ્વરૂપે યંત્ર અર્પણ કર્યુ હતું. ત્યારબાદ તેમણે માતાજીની ગાદીઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી. આજે વિભાવરીબેન દવે સૌ પ્રથમ વખત પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચી માં અંબાના મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યુ હતું.
રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે યાત્રાધામ અંબાજીની મુલાકાતે
અંબાજીઃ રાજ્યના બાળ કલ્યાણ, યાત્રાધામ વિકાસ અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે આજે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી કપૂર આરતી કરી હતી.
ABJ
શિક્ષણ પ્રધાન વધુમાં કહ્યું કે, રાજ્યમાં જે વાયુ વાવાઝોડાની દહેશતના કારણે ભયના માહોલમાંથી માં અંબાએ સૌની રક્ષા કરી છે. તેથી તેમનો આભાર માનવા અને માતાજીને ધજા ચડાવવા આજે તેઓ અંબાજી પહોંચ્યા હતા. મા અંબા સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.