ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં યુગલના યોજાયા અનોખા લગ્ન, એકઠી થયેલી રકમ કરી પીએમ કેર ફંડમાં દાન કરી

કોરોના મહામારી વચ્ચે બુધવારના રોજ અંબાજીમાં નવ યુગલ લગ્નગ્રંથિથી જોડાયા છે. સોશિયલ ડિસ્ટન્સ ઉચ્ચ અધિકારીની પરવાનગી લઈ માત્ર પરિવારના સ્વજનો સાથે લગ્ન યોજાયા હતા. આ નવ દંપતિએ પોતાના લગ્નમાં મળેલી ભેટ સોગાદ અને નાણાં કોરોના મહામારી વચ્ચે પીએમ રાહત ફંડમાં જમા કરાવ્યા છે. લગ્ન બાદ તેઓએ સીધા કલેક્ટર ઓફિસ જઈ આ રકમ જમા કરાવતા જિલ્લા કલેક્ટરે તેમને બિરદાવ્યા હતા.

બનાસકાંઠાના અંબાજીમાં યુગલના યોજાયા અનોખા લગ્ન, ચાંદલાની રકમ કરી પીએમ કેર ફંડમાં દાન
બનાસકાંઠાના અંબાજીમાં યુગલના યોજાયા અનોખા લગ્ન, ચાંદલાની રકમ કરી પીએમ કેર ફંડમાં દાન

By

Published : May 13, 2020, 10:40 AM IST

બનાસકાંઠાઃ લોકડાઉન વચ્ચે સામાજીક પ્રસંગો સદંતર બંધ છે. સરકારે કલેક્ટરની પરવાનગી અને અનેક બાંહેધરી બાદ જે લોકોના લગ્ન પહેલાથી નક્કી તેમને પરવાનગી આપવામાં આવે છે. અંબાજીમાં બુધવારે આવા જ એક લગ્ન યોજાયા હતા. લગ્ન લોકડાઉન પહેલાથી નક્કી હતા પણ લોકડાઉનના કારણે માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં અંબાજી ખાતે લગ્ન યોજાયા.

બનાસકાંઠાના અંબાજીમાં યુગલના યોજાયા અનોખા લગ્ન

પરંતુ આ પરિવાર નક્કી કર્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે લગ્નમાં જે પણ સગા સંબંધીઓ દ્વારા ભેટ સોગાદ આપવામાં આવે તે ભેટ અને નાણાં ના રૂપિયા તેઓ પીએમ રાહત ફંડમાં જમા કરાવશે. જે અંતર્ગત બુધવારે જ્યારે લગ્ન વિધિ પૂરી થઈ તે બાદ બંને યુગલો દ્વારા તેમને મળેલી ભેટની રકમ તેમજ પોતાની રકમ ઉમેરી તેઓએ જિલ્લા કલેક્ટરને 1,11,111 રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

લોકડાઉનના સમયમાં દેશના અનેક લોકોએ પીએમ અને સીએમ રાહત ફંડમાં મોટું યોગદાન આપ્યું હતું. આ વચ્ચે નવયુગલે પોતાના નવજીવનની શરૂઆતમાં જ પોતાને મળેલી ભેટ અને બચતના નાણાં લગ્નના દિવસે જ દેશસેવામાં અર્પણ કરી એક નવો રાહ ચિંધ્યો છે. સમગ્ર જિલ્લામાં લોકડાઉન વચ્ચે યોજાયેલા આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details