થરાદથી 10 કિલોમીટર દૂર આવેલા વાડિયા ગામ એટલે દેહવેપારની નગરી તરીકે ઓળખાતી. જો કે, આ ગામ વિચારતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાના ધ્યાનમાં આવ્યું ત્યારે તેના સંચાલકોએ આ ગામમાં બદલાવની શરૂઆત કરી અને ત્યાંથી શરૂ થઈ આ ગામના મહિલાઓના નવ જીવનની, વિચારતા સમુદાય સમર્થન મંચે સામાજિક અને આર્થિક પછાત લોકોના વિકાસ માટે કામ કરે છે.
ગુજરાતનું એવું ગામ, જ્યાં સુધારવાદીઓએ યુવતીઓને દેહવેપારના ચંગુલમાંથી બચાવી...
બનાસકાંઠા: થરાદ પાસે આવેલું ગામ વાડિયામાં 12 વર્ષ અગાઉ અહીના લોકો પોતાની દીકરીઓને દેહ વ્યાપારમાં ધકેલી દેતા હતા. જિલ્લાના એક ગામમાં સામાજિક સંસ્થાઓના એક સારા પ્રયાસથી દેહ વ્યાપારમાં ધકેલાતી યુવતીઓ હવે લગ્નના માંડવે પોતાના નવ જીવનની શરૂઆત કરી રહી છે.
આ સંસ્થાના સંચાલકોને જ્યારે આ ગામની માહિતી મળી ત્યારે તેઓએ આ ગામમાં પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું હતું. છેલ્લા 12 વર્ષથી આ ગામમાં આ સંસ્થાના લોકો દેહવ્યાપરમાં કામ કરતી મહિલાઓ અને યુવતીઓને નર્કમાંથી બહાર લઇ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે 90 % ગામના લોકો દેહવ્યાપાર સાથે સંકળાયેલા હતા. જ્યારે આ સંસ્થાના પ્રયાસથી આજે લગભગ આ ગામમાંથી આ બધું દૂર થઈ ગયું છે. આ સંસ્થાથી અત્યાર સુધીમાં 50થી પણ વધુ યુવતીઓના લગ્ન કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, આ સંસ્થા માત્ર આ ગામમાં દેહ વ્યાપારમાં સંકળાયેલી યુવતીઓના લગ્ન નથી કરાવતું, પરંતુ તેઓને તમામ કરિયાવરની ચીજવસ્તુઓ અને સાથે જ તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે પશુઓ પણ આપવામાં આવે છે.