બનાસકાંઠા જિલ્લામાં સાપ કારડતા બે લોકોના મોત - સાપ કારડતા બે બાળકોના મોત
બનાસકાંઠા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર સાપ કરડવાના કારણે 2 લોકના કરૂણ મોત થયા હતા. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટપાર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક જીવજંતુઓ તેમના દરમાંથી બહાર આવી જતા હોય છે. જેમાં સૌથી વધુ સાપ જોવા મળતા હોય છે. જે દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર સાપ કરડતા બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના જમનાપાદર ગામમાં વિક્રમ ઠાકોર નામનો 11 વર્ષીય બાળક પોતાના ઘરમાં બેઠો હતો. જે દરમિયાન અચાનક ઝેરી સાપે કરડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, તેના પરિવારજનોએ તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.