ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર શરૂ કરાઈ

પાલનપુર ખાતે આવેલી બનાસ કોવિડ કોલેજ ખાતે શુક્રવારથી મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ઓપરેશનના સાધનો લાવ્યા બાદ શુક્રવારે પ્રથમ સફળ ઓપરેશન કરાયુ હતું. બનાસ કોવિડ કોલેજમાં ઓપરેશનની શરૂઆત થતાં જ હવે બનાસકાંઠા જિલ્લાના દર્દીઓને લાખો રૂપિયાનો ખર્ચ કરીને અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે.

xx
પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર શરૂ કરાઈ

By

Published : Jun 5, 2021, 9:17 AM IST

  • બનાસકાંઠામાં મ્યુકોરમાઈકોસીસની સારવારની શરૂઆત
  • જિલ્લાની દર્દીઓને અમદાવાદ સુધી નહી જવુ પડે
  • શુક્રવારે એક ઓપરેશન પણ કરવામાં આવ્યું

બનાસકાંઠા : જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવી દીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોના (Corona) વાઈરસની મહામારીની શરૂઆત 50થી થઈ હતી, પરંતુ જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું હતું. તેના કારણે દિવસે દિવસે 200થી પણ વધુ કેસ સામે આવ્યા હતા. વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી, જેના કારણે સતત ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત વર્તાઈ હતી અને આ અછતના કારણે અને સમયસર દર્દીઓને સારવાર ન મળતાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. હાલમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે હવે ફરી એકવાર કોરોના બાદ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis)ના કે સામે આવી રહ્યા છે. વધતા જતા મ્યુકોરમાઈકોસીસના કેસના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.


બનાસ કોવિડ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર શરૂ

કોરોના મહામારી બાદ જીવલેણ રોગ મ્યુકોરમાઇકોસીસે પણ હાહાકાર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ રોજે રોજ આઠથી દસ જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. જોકે બનાસ ડેરી સંચાલિત બનાસ કોવિડ હોસ્પિટલ માં 27 લાખ રૂપિયાના ખર્ચે મેડ ઇન યુએસએની સ્ટ્રાઈકર કંપનીના ઓપરેશન ના સાધનો ખરીદવામાં આવ્યા છે અને આ ઓપરેશનના સાધનો શુક્રવારે બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. ઇ એન ટી વિભાગના હેડ ડો. દેવેન્દ્ર જૈન , ડો. સાધના અને ડો. ઝલક મોઢ દ્વારા એક દર્દીનું સફળ ઓપરેશન પણ કરાયું હતું.

પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર શરૂ કરાઈ

આ પણ વાંચો : સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ, રાજકોટ સિવિલમાં કરાઈ સર્જરી

દર્દીને સારવાર માટે અમદાવાદ જવું પડતું હતું

અત્યાર સુધી બનાસકાંઠાના દર્દીઓને મ્યુકોરમાઇકોસીસની સારવાર અને સર્જરી માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું અને ત્યાં પણ ખાનગી હોસ્પિટલમાં 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ હવે બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મ્યુકોરમાઇકોસીસની સારવાર શરૂ થઇ જતા બનાસકાંઠા જિલ્લાના દર્દીઓને તેનો મોટો લાભ મળશે. બનાસડેરી સંચાલિત બનાસ કોવિડ હોસ્પિટલ માં મ્યુકોરમાઈકોસીસની સારવાર શરૂ થતા લોકોએ રાહત અનુભવી હતી.

આ પણ વાંચો : થરાદના બસ કંડક્ટરને થયો મ્યુકોરમાઈકોસીસ, સરકાર પાસે માગી મદદ

ABOUT THE AUTHOR

...view details