- આવતીકાલે સોમવારથી દેશના વડાપ્રધાન ટીકા ઉત્સવનો પ્રારંભ કરશે
- ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા ટીકા ઉત્સવની ઉજવણી કરાઈ
- 100થી પણ વધુ લોકોને ટીકા ઉત્સવના ભાગરૂપે વેક્સિન અપાઈ
બનાસકાંઠા: સતત લોકોમાં વધેલા સંક્રમણના કારણે હાલમાં દિવસેને દિવસે સમગ્ર ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના કેસને કારણે સમગ્ર ભારતભરમાં હાહાકાર મચી ગયો છે. જ્યાં જૂઓ ત્યાં માત્રને માત્ર કોરોના વાઈરસના કેસો જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે.
ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા ટીકા ઉત્સવની ઉજવણી કરાઈ આવનારા સમયમાં કોરોના વાઈરસની લડાઈમાં ચોક્કસથી દેશને સફળતા મળશે
કોરોના વાઈરસની લડાઈમાં જીત થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ લોકો કોરોના વેક્સિન લે તે માટે આવાહ્ન કર્યું છે. ખાસ કરીને ભારત દેશમાં તમામ લોકો સુધી કોરોના વેકસિન પહોંચે તે માટે આવતીકાલે સોમવારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીકા ઉત્સવનો પ્રારંભ કરશે. જેના થકી તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે અને આ અભિયાન થકી આવનારા સમયમાં કોરોના વાઈરસની લડાઈમાં ચોક્કસથી દેશને સફળતા મળશે.
આ પણ વાંચો :ધંધુકામાં ઠક્કર ચેમ્બર્સ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો
ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા ટીકા ઉત્સવની ઉજવણી કરાઈ
આવતીકાલથી જ્યારે સમગ્ર ભારતભરમાં કોરોના વાઈરસની લડાઈ સામે જીત મેળવવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીકા ઉત્સવનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે ડીસામાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત સ્ત્રી સમાજ દ્વારા આજે રવિવારથી દેશના વડાપ્રધાનના ટીકા ઉત્સવનો પ્રારંભ ડીસામાં કરવામાં આવ્યો હતો.
દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી
આમ તો સ્ત્રી સમાજ દ્વારા ડીસામાં અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસને અટકાવવા માટે સ્ત્રી સમાજ આગળ આવે અને કોરોનાવાઈરસના કેસમાં ઘટાડો થાય તે માટે આજે ડીસામાં એક દિવસ પહેલા ટીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બપોર સુધીમાં સોથી પણ વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી અને હજુ પણ તે સમાજ દ્વારા આગામી સમયમાં આ કાર્યક્રમ ચાલુ રાખી વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. જેથી આવનારા સમયમાં કોરોના વાઈરસની લડાઈમાં ચોક્કસથી લોકોની જીત થશે.
સ્ત્રી સમાજ દ્વારા આગામી સમયમાં આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે
આ અંગે સ્ત્રી સમાજના કાર્યકર રીટા પટેલે Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જે પ્રમાણે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ટીકા ઉત્સવનો પ્રારંભ કરશે. પરંતુ સમાજ દ્વારા તો આજથી જ ટીકા ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે આજે ડીસા ખાતે વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 100થી પણ વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી અને હજુ પણ સ્ત્રી સમાજ દ્વારા આગામી સમયમાં આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે અને વધુમાં વધુ લોકો વેક્સિન તે માટે આવાહ્ન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી
વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ વધારવામાં આવ્યો
સતત લોકોના પહેલા સંક્રમણના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ કોરોના વાઈરસના કેસ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગે વધુમાં વધુ લોકોને વેક્સિન મળી રહે તે માટે તૈયારીઓ કરી
જિલ્લામાં અત્યારે રોજના 70થી પણ વધુ કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસના કારણે આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે અને હાલમાં વધુમાં વધુ લોકો કોરોનાવાઈરસની લડાઈ સામે બચી શકે તે માટે કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે હવે લોકો પણ જાગૃત થયા છે. જેના કારણે વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં સરકારી દવાખાના પર પહોંચી ગયા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ વધુમાં વધુ લોકોને વેક્સિન મળી રહે તે માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.