ગુજરાત

gujarat

ETV Bharat / state

Threat of suicide: સપ્રેડાના મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ નહીં કરો નહીં તો આત્મવિલોપન કરીશું - dysp થરાદ પૂજા યાદવ

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં થયેલ ગેરરીતિઓના ( MANREGA Scam ) મુદ્દે તાલુકા કક્ષાએથી મોડીને ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની તપાસ ન થતાં સપ્રેડા ગામના અરજદારોએ આજે પ્રાંત કચેરીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે જો 10 દિવસમાં તટસ્થ તપાસ નહીં થાય તો આત્મવિલોપન ( Threat of suicide ) કરીશું.

Threat of suicide: સપ્રેડાના મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ નહીં કરો નહીં તો આત્મવિલોપન કરીશું
Threat of suicide: સપ્રેડાના મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ નહીં કરો નહીં તો આત્મવિલોપન કરીશું

By

Published : Jun 16, 2021, 2:10 PM IST

  • વાવના સપ્રેડા ગામના 6 અરજદારોએ થરાદ પ્રાંત અધિકારીને કરી રજૂઆત
  • સપ્રેડા ગામે થયેલા મનરેગા કૌભાંડની ( MANREGA Scam )તપાસ કરવા કરી માગ
  • 10 દિવસમાં તપાસ નહીં થાય તો આત્મવિલોપન ( Threat of suicide ) કરવાની આપી ચીમકી

    બનાસકાંઠાઃ બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના સપ્રેડા ગામના છ અરજદારો દ્વારા થરાદ પ્રાંત કચેરીએ રજૂઆત કરીને જણાવ્યું હતું કે સપ્રેડા ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ( MANREGA Scam investigation ) તપાસ થઈ નથી. કેટલીય વાર રજૂઆતો કરવા છતાં કોઈ તપાસ થઈ નથી. જેથી કરીને થરાદ પ્રાંત કચેરીએ લેખિતમાં રજૂઆત કરીને તપાસની માગ કરાઇ છે. જો 10 દિવસમાં સાચી તપાસ કરવામાં નહી આવે તો આત્મવિલોપન ( Threat of suicide ) કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    અરજદારોએ સપ્રેડા ગામે મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા માગણી કરી છે

આ પણ વાંચોઃ વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ


સપ્રેડા ગામે મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા માગ

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના સપ્રેડા ગામે વર્ષ 2017-18 અને 19માં મનરેગા યોજનામાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં સપ્રેડા ગામના સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. જોકે અરજદારોએ તાલુકાકક્ષાએથી ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ સંતોષકારક તપાસ ન થતા આખરે અરજદારો નિરાશ થઈને પ્રાંત કચેરી થરાદ અને dysp થરાદ પૂજા યાદવને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું છે કે તારીખ 28 જૂન સુધી તટસ્થ તપાસ નહીં થાય તો તારીખ 28 જૂનની સવારના 11:00 કલાકે તમામ અરજદારો આત્મવિલોપન ( Threat of suicide ) કરીશું. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા તપાસ કરશે કે પછી છ અરજદારો આત્મવિલોપન કરવા મજબૂર થશે તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં મનેરેગાના કામમાં 10 કરોડના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details