ડીસા શહેરમાં ચોરને હવે પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી. ધોળા દિવસે બેરોકટોકપણે લોકોના ઘરમાં ઘૂસીને ચોરી કરવાની ઘટનાને અંજામ આપતા પણ અચકાતાં નથી. ગુરુવારે ડીસા શહેરમાં આવેલી સોમનાથ ટાઉનશિપમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનાથ ટાઉનશિપમાં રહેતા કેયુરભાઇ સોનીના ઘર નજીક છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ વ્યક્તિ આંટાફેરા મારતો હતો. આજે કેયૂરભાઈના ધર્મપત્ની ભાવનાબેન સોની ઘરે હતા, ત્યારે આ શખ્સે ઘરમાં જબરજસ્તી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે સમયે કેયૂરભાઈ ઘરમાં હાજર હતા. જેથી કેયૂરભાઈએ આ શખ્સને ઘરમાં બોલાવીને પોલીસને જાણ કરવાની કોશિશ કરતાં આ શખ્સે ત્યાંથી ફરાર થઈ જવાની કોશિશ કરી હતી.
ડીસામાં ચોર ધોળા દિવસે ઘરમાં ઘુસ્યા પછી થયુ ન થવાનું !
બનાસકાંઠાઃ જિલ્લામાં ચોરને પોલીસનો સહેજ પણ ડર નથી રહ્યો. સોમનાથ ટાઉનશીપમાં મહિલા એકલી હોવાનું સમજી ચોર ઘરમાં ઘૂસી ગયો હતો. સદ્દનસીબે મહિલાનો પતિ ઘરમાં જ હતો. મહિલાના પતિએ ચોરને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો.
ડીસામાં ચોર ધોળા દિવસે ઘરમાં ઘુસ્યા પછી થયુ ન થવાનું !
પરંતુ કેયૂરભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. તાત્કાલિક પોલીસને બોલાવીને આ શખ્સને પોલીસના હવાલે કર્યો છે. આ ઘટના અંગે મકાનમાલીક કેયૂર સોનીએ કેવી રીતે આ ચોરને ઝડપી પાડ્યો તે અંગે વધુ વાત કરતા જણાવ્યુ હતું કે, આ શખ્સ વારંવાર ઘરે તેમના પત્ની એકલા હોય ત્યારે અલગ અલગ બહાના બનાવીને પ્રવેશ કરવાની કોશિશ કરતો હતો. આજે એકવાર ફરી તેમની પત્નીને એકલા સમજીને ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ હજાર હોવાના લીધે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.