- ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમનજસ્તા વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી
- મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું
- લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો
- અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે અંબાજી પદયાત્રા
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ્તા વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. મેળા શરૂ થવાના પહેલે જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે શનિવારે અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી હતી. આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તારનું આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં મા અંબેને તેડું આપવા અંબાજી પહોચીં ગયા છે.
1111 ગજની લાંબી ધજા આસ્થાનું પ્રતીક
કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ચાલુ વર્ષે મેળો યોજાશે કે નહીં કે પછી મંદિર પણ ખુલ્લું રહેશે કે બંધ તેની કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી પણ મેળો મુલતવી રહેને મંદિર પણ બંધ રહેવાની શક્યતાઓને ધ્યાને લઈ આ વખતે પદયાત્રીઓ મેળા પૂર્વેજ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. જેથી હાલ અંબાજીમાં મેળા જેવો જ માહોલ જોવામલી રહ્યો છે. એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી છે. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ આસ્થાનું પ્રતીક છે.