અંબાજીઃ સતિષ મરાઠે તથા રાજસભાના પૂર્વ સાંસદ અલ્કાબેન ક્ષત્રિયે દિપપ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જોકે, આ કાર્યક્રમ દરમિયાન કો-ઓપરેટીવને લગતા કાયદામાં સુધારા કરવા માટેના સુચનો કરાયા હતા. આ સ્મોલ માઈક્રો અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને કેવી રીતે મદદરૂપ થવું તેનો સફળ મંત્ર આપવા માટેનો આ કાર્યક્રમ ગણાવ્યો હતો.
ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ મિશન સહકાર 2020નું એક અધિવેશન મળ્યું
ગુજરાત રાજ્યમાં વિવિધ નાણાંકીય સહકારી મંડળી તેમજ કો-ઓપરેટીવ સોસાયટીઓ જેમાં વર્ષે કરોડો રૂપીયાની લેણી-દેણી થતી હોય છે. જેમાં સભાસદ હોય કે, પછી સભાસદની ભલામણથી અપાતી લોન હોય ને કોઈને પગભર કરવાની હોય કે, પછી કોઈ ઉદ્યોગ સ્થાપવાની હોય તેવી કામગીરીમાં પણ સહકારી મંડળીઓને કેટલાંક પ્રશ્નો નડતા હોય છે. ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ મિશન સહકાર 2020નું એક અધિવેશન RBIના ડાયરેક્ટર સતિષ મરાઠેનાં અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે યોજવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ મિશન સહકાર 2020નું એક અધિવેશન મળ્યું
ખાસ કરીને નવા બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં 33 ટકાના બદલે 22 ટકા કરાતા સરકારનો આભાર માન્યો હતો. એક લાખથી વધારી પાંચ લાખ ડિપોઝિટરોને સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરની ક્રેડીક કો-ઓપરેટીવ સોસાયટી તથા સહકારી મંડળીઓના સંચાલકો એને મેનેજરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.