શુક્રવારે બનાસકાંઠા વડગામ ખાતે આવેલું પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડગામ પ્રાથમિક શાળા તથા શાળા નંબર 2ના અંદાજિત 580 જેટલા બાળકોએ પ્રદર્શન નિહાળ્યું હતું. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એસ.ડી.આર.એફની ટીમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં એસ.ડી.આર.એફના ૧૩૮ જવાનો બનાસકાંઠા જિલ્લા ખાતે કાર્યરત છે. જેમાં એક ટીમ દ્વારા વડગામ પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાના વડગામ પ્રાથમિક કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે SDRF દ્વારા પ્રદર્શન યોજાયું
બનાસકાંઠા: જિલ્લાના વડગામ પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા તથા વડગામ શાળા નંબર 2ના વિદ્યાર્થીઓ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, બી.આર.સી, વડગામ તાલુકા શિક્ષણ અધિકારી તેમજ વડગામ શાળાના આચાર્ય સહિત અગ્રણી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
Banaskantha
આ કાર્યક્રમમાં એસ.ડી.આર.એફ ટીમ, એસ.આર.પી ગ્રુપ 3 મડાણાના સેનાપતિ આર.એલ.ઢાંખરાના માર્ગદર્શન હેઠળ. પી.આઈ દિનેશ આર.બારીઆ સહિત 30 જેટલા જવાનો દ્વારા બાળકોને અચાનક આવતી આપત્તિ જેવી કે વાવાઝોડું, પુર, ભુકંપમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને ઉપાયોની સચોટ માહિતી આપવામાં આવી હતી. આ પ્રદર્શન નિહાળવા માટે ગામના જાગૃત સરપંચ, પ્રાથમિક શાળાના આચાર્ય શાળાના શિક્ષકો, બહેનો તથા ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.