બનાસકાંઠામાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ગઈકાલે અમીરગઢના મોટાકરઝા ગામે એક આખલો આતંકીત થઈ ગયો હતો અને તે સમયે ગામમાં જ રહેતા વૃદ્ધ મહિલા હેમબા ભેરસિંહ ચૌહાણને અડફેટે લીધા હતા. જ્યાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાને આંખલાના ચુંગલમાંથી બચાવી સારવાર અર્થે ખસેડાયા હતા.
બનાસકાંઠા મોટાકરઝા ગામે આખલાએ વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાનું મોત
બનાસકાંઠાઃ જિલ્લાના મોટાકરઝા ગામે એક આખલાએ આતંક મચાવ્યો છે અને આ આતંકીત બનેલા આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. બાદમાં ગ્રામજનોએ આખલાને પકડી ઝાડે બાંધી પાંજરાપોળને સોંપ્યો હતો.
etv bharat banaskantha
અહીં સારવાર દરમિયાન આ વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે, આ સિવાય પણ અન્ય ત્રણ લોકોને આતંકીત બનેલા આખલાએ જીવલેણ હુમલો કરતાં ગ્રામજનો ભયભીત બની ગયા હતા. જેથી આજે વહેલી સવારે ગ્રામજનો એકઠા થઇ આખલાને પકડી ઝાડ સાથે બાંધી પાંજરાપોળને સોંપ્યો હતો. આખલાને પાંજરાપોળમાં સોંપતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.