લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ
દેશ અને દુનિયાની છેલ્લા છ મહિનામાં કોરોનાને લઈ પરિસ્થિતી બદલાઈ ગઈ છે. કોરોના વાઇરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનને પગલે છેલ્લાં છ મહિનાથી સામાજિક પ્રસંગો બંધ રહેતાં ફોટોગ્રાફરોની હાલત કફોડી બની ગઈ છે.
ડીસાઃ ભારતમાં 25મી માર્ચથી લોકડાઉન લાગ્યું હતું. અને ભારત જેટલા વિશાળ દેશ માટે લાગેલું આ લોકડાઉન ઐતિહાસિક હતું. કારણ કે વિશ્વની સહુથી મોટી લોકશાહી પર લોક લાગી ગયું હતું. અને તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે લગાવવામાં આવેલા આ લોકડાઉનને પગલે તમામ જાહેર અને સામાજિક પ્રસંગો પર રોક લગાવી દેવામાં આવી હતી. તેના લીધે સામાજિક અને જાહેર પ્રસંગો પર નિર્ભર એવા ફોટો ગ્રાફરોનો ધંધો પડી ભાગ્યો છે. સામાજિક અને જાહેર પ્રસંગોને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફરોની મહત્વની ભૂમિકા હોય છે..પરંતુ સારા નરસા પ્રસંગોને યાદગાર બનાવનાર ફોટોગ્રાફરોના વ્યવસાય પર લોકડાઉનની ગંભીર અસરો પડી છે. સામાજિક અને જાહેર પ્રસંગો પર પોતાની આવકનો દારોમદાર રાખતા ફોટોગ્રાફરની હાલત કફોડી બની ગઈ છે.. આ ઉપરાંત આ વર્ષે ફોટોગ્રાફરોની સહુથી મહત્વની સિઝન માનવામાં આવતી લગ્નસરાની સિઝન પણ લોકડાઉનના લીધે મોકૂફ રહેતા ફોટોગ્રાફરોની સિઝન ફેલ ગઈ છે અને તેના લીધે અત્યારે ફોટોગ્રાફરોની હાલત કફોડી બની ગઈ છે.