- ભાગીદારે અપહરણ કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું
- હત્યા કરનારા ભાગીદાર સહિત 3ની અટકાયત, એક શખ્સ ફરાર
- ભાગીદારના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી, ખોટો કેસમાં ફસાવી દેવાની શંકા રાખી બદલો લેવા હત્યા કરાઈ
બનાસકાંઠા : જિલ્લાના દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 11 મેના રોજ અમદાવાદના રહેવાસી યશ પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં થરાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા તેમાં ભાગીદારેજ ભાગીદારની હત્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો મૂળ દિયોદરનો વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહે છે. જે સોના, ચાંદી તેમજ એમસીએક્સનો ધંધો કરતો હોઇ અને તેની ઓળખાણ મૃતક યશ પ્રજાપતિ સાથે થતાં બન્ને એકબીજાના પરિચયમાં આવતાં સોના- ચાંદીના ધંધાના ભાગીદાર બની ધંધો ચાલુ કર્યો હતો.
આ પણ વાંચો : હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો
ભાગીદારના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી, ખોટો કેસમાં ફસાવી દેવાની શંકા રાખી બદલો લેવા હત્યા કરાઈ
કૌશિક સોની સાથે યશ પ્રજાપતિ અગાઉ માઉન્ટ આબૂ બન્ને જણા પોતાની પ્રેમિકાઓ સાથે ફરવા ગયા હતા. તે સમયે કૌશિક સોનીના પ્રેમિકા સાથેના ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા. જેથી બન્ને વચ્ચે ઝગડો થતા મનદુઃખ થયું હતું. બાદમાં બન્ને ધંધાના ભાગિદાર હોઇ ધંધામાં નુકસાન જતાં દુકાન બંધ કરતી વખતે ચાંદીના ભાગ પાડવા બાબતે પણ બન્ને વચ્ચે બોલાચાલી થતા ઝધડો વધી ગયો હતો અને બન્ને એકબીજા ઉપર શંકા કરવા લાગ્યા હતા. તેવા જ સમયે કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુનામાં પકડાઇ ગયો હતો. જેમાં સાત મહિના જેલમાં રહ્યો હતો. તેના કારણે તેને પારિવારિક તથા આર્થીક મોટુ નુકસાન થયું હતું. જેથી કૌશીક સોનીએ પોતાને પોલીસે પકડેલ તેમાં યશ પ્રજાપતિનો હાથ હોવાનુ માની લઇ તેનો બદલો યશ પ્રજાપતી પાસે લેવાનુ નકકી કર્યું હતું. જેથી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ વ્યાસની મદદથી યશ પ્રજાપતિને વિશ્વાસમાં લઈ સમજાવી ફોસલાવી પોતાની પાસે બોલાવ્યા હતો.