ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના કાંકરેજમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ

બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો જાણે કોરોનાવાઇરસ મહામારીને ભૂલી ગયા હોય તેમ એક પછી એક સોશિયલ ડિસ્ટન્સ ભંગના બનાવો બહાર આવી રહ્યા છે. પહેલા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જાણીતી લોકગાયિકા કિંજલ દવે દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો, અને હવે વાવથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આ વિવાદમાં સપડાયા છે.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ

By

Published : Oct 4, 2020, 10:10 PM IST

બનાસકાંઠા: એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાવાઇરસના કેસમાં ઘટાડો થાય તે માટે અનેક પગલા લેવામાંં આવે છે, લોકોને વારંવાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરેની સૂચનાઓ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ સરકારના જ ધારાસભ્યો દ્વારા આ નિયમોનો છેદ ઉડાડી દેવામાં આવે છે.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે એક મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. પરંતુ આ કાર્યક્રમમાં ન તો ગેનીબેનના મોઢા પર માસ્ક હતું કે ન તો ત્યાં હાજર અન્ય કોઈના મોઢા પર. આ અગાઉ પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જાણીતી લોકગાયિકા કિંજલ દવે દ્વારા રસ્તાના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને કોરોના ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ

આવા બનાવોને જોતા બનાસકાંઠાના લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે, જો સામાન્ય જનતા માસ્ક પહેરવાનુ ભૂલે તો તરત દંડનીય કાર્યવાહી થાય છે. પરંતુ ધારાસભ્યો તેમજ સેલેબ્રીટીઝ માટે કોઇ કાયદો કે નિયમ નથી. હવે આવા લોકો સામે કાર્યવાહી થશે કે કેમ એ તો સમય જ જણાવશે.

બનાસકાંઠાના કાંકરેજમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ

ABOUT THE AUTHOR

...view details