ગુજરાત

gujarat

ETV Bharat / state

Teaching Through Painting In Deesa: ડીસાની સરકારી શાળાની શિક્ષિકાનો બાળકોના શિક્ષણ માટે અનોખો પ્રયોગ

ડીસા તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બિપલબેન પટેલે બાળકોના અભ્યાસ માટે એક નવતર પ્રયોગ (Teaching Through Painting In Deesa) કર્યો છે. તેમણે સ્કૂલની દીવાલો પર ચિત્રોના માધ્યમથી આખો અભ્યાસક્રમ ઉતાર્યો છે. આ ચિત્રો બાળકોને આંકડા અને અક્ષરજ્ઞાન શીખવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.

Teaching Through Painting In Deesa: ડીસાની સરકારી શાળાની શિક્ષિકાનો બાળકોના શિક્ષણ માટે અનોખો પ્રયોગ
Teaching Through Painting In Deesa: ડીસાની સરકારી શાળાની શિક્ષિકાનો બાળકોના શિક્ષણ માટે અનોખો પ્રયોગ

By

Published : Mar 4, 2022, 6:58 PM IST

ડીસા: ડીસા તાલુકામાં આવેલા વાસણા ગામની વાસણા પ્રાથમિક શાળા (Vasna Primary school deesa)માં છેલ્લા 13 વર્ષથી બિપલબેન જશવંતલાલ પટેલ ચિત્ર શિક્ષક (drawing teacher in deesa) તરીકે ફરજ બજાવે છે. આ શાળામાં અગાઉ બાળકોને અક્ષર જ્ઞાન શીખવવા માટે બિપલબેન પટેલ દ્વારા કાગળ પર દોરેલા પેઇન્ટિંગ્સ (Teaching Through Painting In Deesa)નો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ કાગળ પર દોરેલા પેઇન્ટિંગ્સના લીધે કાગળો ફાટી જતાં હોવાથી વારંવાર આવા પેઇન્ટિંગ્સ બનાવવાની ફરજ પડતી હતી.

બાળકોને જ્યારે પણ સમય મળે ત્યારે 'દીવાલના માધ્યમથી' અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે.

દીવાલ પર દોરેલા ચિત્રોના માધ્યમથી અક્ષરજ્ઞાન મેળવે છે બાળકો

બાળકોને આંકડા અને અક્ષરજ્ઞાન શીખવામાં ઉપયોગી સાબિત થઈ રહી છે દીવાલો.

આ કારણે બિપલબેનને વિચાર આવ્યો કે, શાળાની દીવાલો પર જ આ પેઇન્ટિંગ્સ દોરી દેવા જોઇએ. આજે બાળકોને જ્યારે પણ સમય મળે ત્યારે દીવાલના માધ્યમથી અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. આ શાળામાં પ્રવેશ કરતાં શાળામાં આવેલી દીવાલો પર દોરેલા ચિત્રો (unique experiment in teaching gujarat) જાણે બોલતા હોય તેવો આભાસ થાય છે. આ દીવાલો અત્યાર સુધીમાં બાળકોને આંકડા અને અક્ષરજ્ઞાન શીખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

આ પણ વાંચો:Viral Gujarati Boy: જો તમે પોલીસ ભરતીની તૈયારી કરી કહ્યાં છો તો, આ બાળકનો વીડિયો તમારામાં ભરશે જુસ્સો

શિક્ષિકાએ બાળકો માટે દીવાલો પર કંડારી દીધો આખો અભ્યાસક્રમ

દીવાલો પર અભ્યાસક્રમ કંડાર્યો.

ડીસા તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા બિપલબેન પટેલ તેમના વિચારોથી વિદ્યાર્થીઓને આજે સરકારી શાળાઓમાં કંઈક અલગ શિક્ષણ (Education In Banaskantha) આપી રહ્યા છે. બિપલબેન પટેલે તેમના વિચારો થકી દીવાલો પર અભ્યાસક્રમ કંડાર્યો છે અને તેમના દીવાલો પરના અભ્યાસક્રમ થકી આજે વાસણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો:Corona epidemic : કોરોના મહામારીની અસર મધમાખી ઉછેર કેન્દ્ર પર જોવા મળી

'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' કહેવત સાર્થક કરી

આ પ્રયાસથી બાળકો ઝડપથી અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે.

બિપલબેન પટેલ દ્વારા કરવામાં આવેલા આ સફળ પ્રયાસને પગલે બાળકો પણ ઝડપથી અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. શાળાની દીવાલો અભ્યાસમાં બાળકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી હોવાનું શાળાના બાળકો જણાવી રહ્યા છે. વાસણા પ્રાથમિક શાળાની આ શિક્ષિકાએ 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' કહેવત સાર્થક કરી છે.

ABOUT THE AUTHOR

...view details