- બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરીઓની ઘટનાઓમાં વધારો
- પાલનપુર તાલુકાનું સૂંઢાગામ CCTVથી સજ્જ
- CCTV કેમેરા લાગવતા ગામ લોકોમાં શાંતિનો માહોલ
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શહેરી વિસ્તારોને છોડી ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટી મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. આમતો ચોરીની ઘટનાઓ મહદંશે શહેરી વિસ્તારોમાં જોવા મળતી હોય છે અને ગ્રામીણ વિસ્તારમાં મોટા ભાગે ખેડૂતો વસવાટ કરતા હોય છે પરંતુ હવે ચોરો ખેડૂતોને પણ નિશાન બનાવી મોટી ચોરીઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
પાલનપુર તાલુકાનું સૂંઢાગામ CCTVથી સજ્જ
પાલનપુર તાલુકાના આદર્શ ગામ તરીકે ગણાતા સુંઢા ગામ હવે સુરક્ષાની રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે. ગામમાં બનતી તમામ ઘટનાઓને કેમેરામાં કેદ કરવા પંચાયત દ્વારા ગામમાં ઠેર ઠેર CCTV કેમેરા લગાવાય છે. તો ગ્રામજનોને કોઈ આપત્તિને સમયે કે સરકારની અવનવી યોજનાઓથી વાકેફ કરવા ગામમાં ઠેર-ઠેર લાઉડ સ્પીકર લગાવાયા છે.જેને લઈ ગ્રામજનોને ઘરે બેઠા જ તમામ જાણકારી મળી જાય છે. તોCCTV લાગી જતા ગ્રામજનો સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતા મુક્ત બન્યા છે.પાલનપુર તાલુકાના છેવાડે આવેલું અને અંદાજે 2800ની વસ્તી ધરાવતું તાલુકાનું સૂંઢાગામ પ્રાથમિક જરૂરિયાતોમાતો પહલેથી જ હતું પરંતુ, હવે આ ગામ સુરક્ષાની દ્રષ્ટિએ આધુનિક ઉપકરણોથી સજ્જ બન્યું છે.
મહિલા સરપંચે ડિજિટલ ભારત તરફ આગળ પગલુ ભર્યું
સમગ્ર ગામનું સુકાન ગામના મહિલા સરપંચ કમુબેન પટેલ સંભાળી રહ્યા છે. ત્યારે મહિલા સરપંચે ડિજિટલ ભારતની પ્રેરણાને ધ્યાને લઈ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ઘટના બને તો સમગ્ર ઘટના કેમેરામાં કેદ થાય તેને લઈ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલા મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ 16 જેટલા CCTV કેમેરા લગાવી ગામને CCTVમાં કેદ કરી દીધું છે.જેને લઈ ગામમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ થઇ છે.સાથે સાથે ગ્રામજનોને કોઇ આપત્તિના સમયે કે સરકારની કોઇ યોજનાથી વાકેફ કરવા પંચાયતના સ્ટાફને ડોર ટુ ડોર ફરવું ન પડે અને સમય બચે તેને લઈ ગામમાં ઠેર ઠેર મુખ્ય જગ્યાઓ પર લાઉડ સ્પીકર લગાવી સમગ્ર ગામને લાઉડ સ્પીકરથી પણ સજ્જ કરી દીધું છે.