ગુજરાત

gujarat

ETV Bharat / state

Suicide Case in Tharad: એવી તે કેવી મજબૂરી હતી કે પરિવારે કરવી પડી સામૂહિક આત્મહત્યા... - Banaskantha Crime Case

થરાદ તાલુકાના શેરાઉ પાસે પિતાએ બે પુત્રી સાથે આત્મહત્યા (Suicide Case in Tharad) કરતા ચકચાર મચી ગઈ છે. પિતાએ આત્મહત્યા કરતા પહેલા બે પુત્રીઓ સાથે ફોટો પણ પડાવ્યો હતો. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ (Sherau Well Dead Bodies Found) સામે આવી નથી, ત્યારે શું છે સમગ્ર બનાવ જાણો વિગતવાર.

Suicide Case in Tharad: એવી તે કેવી મજબૂરી હતી કે પરિવારે કરવી પડી સામૂહિક આત્મહત્યા...
Suicide Case in Tharad: એવી તે કેવી મજબૂરી હતી કે પરિવારે કરવી પડી સામૂહિક આત્મહત્યા...

By

Published : Jul 20, 2022, 9:25 AM IST

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના (Suicide Case in Tharad) બનાવમાં સતત ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જાય આત્મહત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે અનેક આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર થરાદ તાલુકાના શેરાઉ ગામે પિતાએ બે પુત્રી સાથે આત્મહત્યા (Sherau Father Daughter Suicide) કરતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો :ફરિયાદીએ આ રીતે પોલીસને કર્યા ગુમરાહ

સામૂહિક આત્મહત્યાની -થરાદ તાલુકાના શેરાઉ ગામ પાસે સામૂહિક આત્મહત્યાની (Sherau Suicide Case) ઘટનાને લઈને સનસનાટી ફેલાઈ ગઈ છે. જેમાં પિતા તેમની બે પુત્રીઓ સાથે શેરાઉ ગામ પાસે પહોંચ્યા હતા. જ્યાં અગમ્ય કારણોસર પિતાએ તેમને બે પુત્રીઓને પહેલા દવા પીવડાવી અને પોતે પણ દવા પીધી લીધી હતી. જે બાદ શેરાઉ ગામમાં આવેલા કુવામાં (Sherau Well Dead Bodies Found) પડી સામૂહિક આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો :CM ભગવંત માનના ઘર સામે 2 છોકરાઓએ કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ

આત્મહત્યા પહેલા ફોટો - મહામુસીબતે ગ્રામજનો દ્વારા પિતા અને બે પુત્રીઓની મૃતદેહને (Banaskantha Crime Case) બહાર નીકળવામાં આવ્યા હતા. સામૂહિક આત્મહત્યા પહેલા પિતાએ પોતાની બે પુત્રીઓ સાથેનો સેલ્ફી ફોટોપણ લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનામાં પિતાએ કયા કારણોસર આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. આ સમગ્ર ઘટનામાં હજી સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details