ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓના ધોવાણ થવા કે કોઝવેમાં પાણી ભરાઈ જવા અથવા તો ડુંગરો ધસી પડવા જેવી ઘટનાઓને લઈને કેટલાક વિસ્તારોમાં STના નિયમિત રૂટ બંધ કરવાની ફરજ પડતી હોય છે. આ પ્રકારના બનાવો આજ સુધી થતા આવ્યા છે. પણ ચાલુ વર્ષે અંબાજી ST ડેપોના પ્રિમોન્સૂન પ્લાન મુજબ 1 પણ રૂટ બંધ કરવામાં આવશે નહીં તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે.
અંબાજીમાં ચોમાસાની શરૂઆત થતા ST વિભાગે શરૂ કરી તૈયારીઓ
બનાસકાંઠા: અંબાજીમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ચુકી છે. વિધિવત ચોમાસાનું આગમન નજીકના દિવસોમાં થવા જઈ રહ્યું છે. ત્યારે તેની સૌથી મોટી અસર ST વિભાગ પર થતી હોય છે.
અંબાજીમાં ચોમાસા સીઝનની શરૂઆત થતા ST વિભાગ જાગ્રૃત
ચોમાસાના પગલે મોટાભાગના વિસ્તારોમાં નવા રોડ અને પુલના કામોનું નિર્માણ કરી દેવામાં આવતા અંબાજી ડેપોના તમામ રૂટો પર નિયમિત પણે બસો દોડાવવામાં આવશે. સાથે જ કોઈ સંજોગો વસાત રસ્તો તૂટવાની કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે 24 કલાક STના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેથી આ વખતે STના મુસાફરોને કોઈ જ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.