બનાસકાંઠા: જિલ્લાના દિયોદરમાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા એસ.ઓ. લાંચ લેતાં ઝડપાયા છે. જેમાં લાંચની ફરિયાદ કરનારા કોન્ટ્રાક્ટર માર્ગ અને મકાન વિભાગમાં રોડ- રસ્તાનું તથા રોડ સાઈડમાં માટીકામ તેમજ ઝાડ કટીંગની કામગીરી કરતા હતા. તેમને દિયોદર સબ ડિવિઝન હેઠળ આવતા ગામડાઓના રસ્તાઓનો કામ કર્યું હતું.
દિયોદરમાં ફરજ બજાવતા SO રાહુલ પટેલ રૂપિયા 42 હજારની લાંચ લેતા ઝડપાયા
દિયોદરમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા SO રાહુલ કુમાર બાબુલાલ પટેલ ડીસા-પાટણ હાઈવે પર રૂપિયા 42 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં લાંચની ફરિયાદ કરનારા કોન્ટ્રાક્ટર માર્ગ અને મકાન વિભાગમાં રોડ-રસ્તાનું તથા રોડ સાઈડમાં ઝાડ કટીંગની કામગીરી કરતા હતા.
આ કામ પૈકીના મંજુર કરેલા બિલની ટકાવારી પેટે ડીસામાં રહેતા અને દિયોદરમાં ફરજ બજાવતા એસ.સો. રાહુલ કુમાર બાબુલાલ પટેલએ રૂપિયા 42 હજારની લાંચ માગી હતી. જે કોન્ટ્રાકટર આપવા માંગતા ન હતા. તેથી તેમણે પાટણ એસીબીની કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ડીસા-પાટણ રોડ હાઇવે રોડ પર એસીબીના અધિકારી એચ. એસ. આચાર્ય અને સ્ટાફે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 42 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેના પગલે એસીબીએ આ એસ.ઓ.ની વિરુદ્ધ લાંચરૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી કરીને અટકાયત કરી હતી.