ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

અંબાજી: ગુજરાત રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની 3901 જેટલી જગ્યા માટે ગુજરાતના વિવિધ કેન્દ્રો પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે અંબાજીમાં આઠ જેટલા પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતાં. પરંતુ, આ વખતે પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

અંબાજીમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

By

Published : Nov 17, 2019, 6:21 PM IST

અંબાજી ખાતે માધ્યમિક શાળાના 14 બ્લોકમાં પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 50 ટકા જેટલી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપતા નજરે પડ્યા હતાં. પરીક્ષા દરમિયાન CCTV કેમેરા સજ્જ કરવામાં આવ્યા હતાં. જેનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવ્યુ હતું. કોઇપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અંબાજીમાં બિન સચિવાલયના પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

વારંવાર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ રદ કરવામાં આવે છે. જેથી પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળે છે. આ વર્ષે પરીક્ષાર્થીઓ આશા રાખે છે કે, પરીક્ષાના પરીણામો હેમખેમ આવી જાય.

ABOUT THE AUTHOR

...view details