ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ ડીસા શહેરમાં સામાન્ય બનતી જઇ રહી છે. પોલીસ આવી ઘટનાઓને અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ડીસા શહેરના હીરા બજારમાં આવેલી કે.અશ્વિનકુમાર એન્ડ કૂ નામની આંગડિયાની પેઢીના બે કર્મચારીઓ શહેરના સાઈબાબા મંદિરથી આંગડિયા પેઢીના બે થેલા લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટવાનો પ્રયાસ કરી આંગડિયા કર્મચારી પર ધારિયાનો ઘા કરીને ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય શખ્સે ફાયરિંગ કર્યું હતું.
ડીસામાં આંગડિયા કર્મચારીઓ સાથે લૂંટ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ - gujarat
બનાસકાંઠાઃ ડીસા શહેરમાં કાયદાની સ્થિતિ કેવી છે તે જાહેર કરતી ઘટના આજે શહેરના હીરા બજાર નજીક બની હતી. આ વિસ્તારમાં આંગડિયાના બે કર્મચારીઓના થેલાની લૂંટ થઈ હતી. કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી કર્મચારીના થેલા લઈ ફરાર થયા હતા. આ ઘટનામાં કર્મચારીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ડીસામાં પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ઇજાગ્રસ્ત થયેલા જીતુભાઈને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બન્યા બાદ એક તરફ પોલીસ ફાયરિંગ ન થયું હોવાનું જણાવી રહી છે. જ્યારે ભોગ બનનાર બંને શખ્સોએ તેમના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે, આ ઘટનામાં ફાયરિંગ થયું છે. ફાયરિંગની ઘટના પર પોલીસ કેમ પડદો પાડી રહી છે ? ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.