ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માગણીઓને લઈ ખેડૂતોનો વિરોધ, કેનાલ પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 72માં ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ખેડૂતોએ કેનાલમાં પાણી ન આવતા વિરોધ દર્શાવી કેનાલ આગળ જઈ ધ્વજને સલામી આપી હતી.

banas
banas

By

Published : Jan 27, 2021, 12:39 PM IST

Updated : Jan 27, 2021, 1:58 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ
  • કાંકરેજના ખેડૂતોનો અનોખો વિરોધ
  • તૂટેલી કેનાલ પાસે જઈ ખેડૂતોએ કર્યુ ધ્વજવંદન


    પાલનપુરઃ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 72માં ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ખેડૂતોએ કેનાલમાં પાણી ન આવતા વિરોધ દર્શાવી કેનાલ આગળ જઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

    કાંકરેજના ખેડૂતોનો અનોખો વિરોધ

કાંકરેજના પૂર્વ વિસ્તારના ખેડૂતોને ભૂગર્ભ પાણી એક હજારથી બારસો ફૂટે પહોંચતા ખેડૂતો ચિંતિત હોવાથી અગાઉ ખેડૂતોએ મામલતદારને બનાસ નદી વહેતી કરવા અને બનાસ નદી વચ્ચે 2017 પુર વખતે તૂટેલા સુઝલામ સુફલામ કેનાલ રીપેર મામલે આવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતે હજુ સરકાર દ્વારા કોઈજ નિર્ણય ના કરતા ખેડૂતોએ 26મી જાન્યુઆરી પર ધ્વજવંદનનો કાર્યક્રમ બનાસ નદીમાં તૂટેલી કેનાલ જગ્યાએ કરવાની મજૂરી માંગી હતી. પરંતુ મંજૂરી ના આપતા અને નદી તરફ જતા રસ્તા કવર કરી પોલીસ ખટકી દેવામાં આવી હતી. ત્યારે ઉશ્કેરાયેલા ખેડૂતો દ્વારા આગેવાન અમરાભાઈ સાથે રહી બનાસનદીમાં તૂટેલી કેનાલ પર પહોંચીને ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી 30 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માંગણીઓને લઈ ખેડૂતોનો વિરોધ

તૂટેલી કેનાલ નજીક ખેડૂતોએ કર્યુ ધ્વજવંદન

જ્યારે બીજી તરફ બુકોલી બનાસનદીના તૂટેલી કેનાલમાં ધ્વજ ફરકાવવા જતા પહેલા પોલીસે ખેડૂત ક્રાંતિ યુનિયન ભારત અધ્યક્ષ સહિત કાંકરેજ કિશાન સંઘના પ્રમુખ, કાંકરેજ કિસાન સંઘના મંત્રી સહિત 50 ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને શિહોરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમજ ખેડૂતો દ્વારા દિલ્હીમાં શહીદ થયેલા ખેડૂતોને પાંચ મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આગામી દિવસમાં જો ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો સરકાર સમક્ષ રોષ વ્યક્ત કરશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

Last Updated : Jan 27, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details