- બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળમાં અનેક લોકોના મોત
- ડીસામાં ત્રણ મહિનામાં 542 લોકોના મોત
- તમામ લોકોને ડીસા નગરપાલિકા દ્વારા મરણ દાખલા અપાયા
- અરજદારોને એક જ દિવસમાં મરણનો દાખલો આપવામાં આવે છે
- કોરોના કાળની પરિસ્થિતિ
બનાસકાંઠા : સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ચાલુ વર્ષે પણ કોરોના વાઈરસની મહામારીએ એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક લોકોએ આ કોરોના વાઈરસની મહામારીમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા હતા અને જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. શરૂઆતમાં 50 જેટલા કેસો બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકો સપડાયા હતા. જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની એવી એક પણ હોસ્પિટલ કે શાળાઓ નહીં હોય કે જ્યાં કોરોના દર્દી સારવાર ન લઇ રહ્યો હોય. છેલ્લા બે મહિનામાં કોરોના વાઈરસની મહામારીને કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે આવેલી કોરોના વાઈરસની મહામારીએ અનેક લોકોની જિંદગી મોત સુધી પહોંચાડી છે.
આ પણ વાંચો :કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને ગેની ઠાકોરે ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
કોરોનામાં લોકોના મોત
ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકોના મોત નિપજ્યા છે, ત્યારે ડીસા તાલુકામાં પણ કોરોના વાઈરસની સૌથી વધુ અસર જોવા મળી હતી. ખાસ કરીને વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે ડીસા તાલુકાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાવવા લાગી હતી. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. રોજે રોજ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સર્જાતી અછતના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હતા. ચારે બાજુ ડીસા શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના દર્દીઓ જોવા મળતા હતા. ડીસા શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં કોરોના દર્દીઓ તેમજ અન્ય બીમારીથી 542 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ડીસા શહેરમાં- 355, ગ્રામીણ વિસ્તારમાં- 84 અને કાંકરેજ તાલુકામાંથી સારવાર લેવા આવેલા 4 લોકોના મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો :ડીસામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઈન્જેકશનની વ્યવસ્થા માટે રજૂઆત