ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં યાત્રિકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 21થી વધુના મોત

અંબાજી: બાનસકાંઠા જિલ્લાના અંબાજીમાં આજે યાત્રિકોથી ભરેલી બસ ખીણમાં ખાબતી હતી, ત્યારે ઘટનાની જાણથતા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.આ ઘટના અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક બની છે. આ ગમખ્વાર અકસ્માત ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો હતો. આ અકસ્માતમાં 21 થી વધુ લોકોના મોતની આશંકા દર્શાવામાં આવી રહી છે. પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું છે.ત્યારે વડાપ્રધાને મોદીએ આ બાબતે મૃત્કના પરિવારોને સંવેદના દાખવી હતી તો મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ઓ મામતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ મૃતકોના પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી

અંબાજીમાં યાત્રીકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, રેસ્કયૂ ઓપરેશન શરૂ

By

Published : Sep 30, 2019, 5:36 PM IST

Updated : Sep 30, 2019, 8:41 PM IST

અંબાજીથી 50થી વધુ પેસેન્જરો ભરેલી લક્ઝરી બસ દાંતા તરફ આવી રહી હતી ત્યારે દાંતા નજીક ત્રિશુલીયો ઘાટ પાસે લક્ઝરી બસના ડ્રાઈવરને કંટ્રોલ ન રહેતા લક્ઝરી પલટી ખાધી હતી. જેમાં 21 થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે બીજા અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંબાજીમાં યાત્રિકોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

આણંદથી 46 મુસાફરો ભરી નીકળેલી લક્ઝરી બસ અંબાજી માતાના દર્શને પહોંચી હતી. જ્યાં દર્શન કર્યા બાદ ૪૬ મુસાફરો લઈ લકઝરી બસ પોતાના આણંદ જવા માટે રવાના થઈ હતી. જ્યાં દાંતા પાસે આવે તો નજીક લક્ઝરી બસના ડ્રાઇવર વળાંકમાં ટર્ન મારવા જતાં લક્ઝરી બસ પલટી જવા પામી હતી. જે લક્ઝરી બસ બાજુમાં આવેલા પહાડોને અથડાઈ હતી અને અંદર બેઠેલા આણંદ, નદોતરી અને બોરસદના 46 મુસાફરોમાંથી ઘટનાસ્થળે 21 લોકોના મોત થયા હતા. જેમાં 4 બાળકો, 3 સ્ત્રીઓ અને 14 પુરુષ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ અન્ય 25 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે દાંતા પોલીસ, દાંતા એસ ડી એમ તેમજ અંબાજી વહીવટી તંત્ર દ્વારા આ તમામ મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ 21 મુસાફરોની મૃતદેહને પી.એમ અર્થે દાંતા ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Last Updated : Sep 30, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details