ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

બનાસકાંઠા: જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી

By

Published : Sep 1, 2019, 6:25 AM IST

બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વિરામ બાદ વહેલી સવારથી જ બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો અને અમીરગઢ, ઇકબાલગઢ ,પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ ઓછો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી

ABOUT THE AUTHOR

...view details